બંધક બનાવીને મહિના સુધી કર્યો બળાત્કાર, ગ્લુથી હોઠ ચીપકાવ્યા… પાડોશીએ ક્રૂરતાની તમામ હદો કરી પાર

મધ્યપ્રદેશના ગુનામાં એક હ્રદયસ્પર્શી ઘટના બની છે. પડોશમાં રહેતા યુવકે પડોશીની પ્રોપર્ટી પડાવી લેવા છોકરીને પટાવી, તેની સાથે અનેક દિવસો સુધી સંબંધો બનાવ્યા. ઢોર માર માર્યો અને છેવટે અયાન પઠાણ નામના યુવકે એક યુવતી સાથે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. આરોપીએ યુવતીને બંધક બનાવી ઢોર માર માર્યો હતો. તેણે યુવતીની આંખમાં મરચાનો પાવડર નાંખી દીધો. પછી મોઢામાં લાલ મરચાંનો પાવડર ભરીને હોઠ પર ફેવીક્વિક ચીપકાવી દીધી. પીડિતાએ સમગ્ર ઘટના પોલીસને જણાવી છે.
નિર્દયતાનો ભોગ બનેલી યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત ગંભીર છે. આ ઘટના બાદ તે ખૂબ જ ડરી ગઈ છે. યુવતીના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે. તેની માતાના નામે પૈતૃક મકાન છે. આરોપી મકાન પડાવી લેવાનો પ્લાન બનાવી રહ્યો હતો. પીડિતાનું કહેવું છે કે તે પહેલા પણ તેને હેરાન કરતો હતો, પરંતુ આ વખતે તેણે તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે.
જણાવી દઈએ કે, 1 મહિના અગાઉ યુવતી યુવકના ઘરે રહેવા આવી ગઈ હતી. બંને જણા રિલેશનશીપમાં હતા. યુવતીની માતા તેને ગામડે લઈ ગઈ હતી પરંતુ તે પાછી યુવકના ઘરે આવી ગઈ હતી.
પીડિતાએ કહ્યું કે, આરોપી અયાન તેના ઘરની બાજુમાં જ રહે છે. તેની નજર મારા પૈતૃક ઘર પર હતી. તે ઇચ્છતો હતો કે હું ઘર તેના નામે રજીસ્ટર કરી દઉં. જ્યારે મેં તેનો વિરોધ કર્યો તો તેણે મારી સાથે ક્રૂર વર્તાવ કર્યો. આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. જ્યારે ફરિયાદ પોલીસ સુધી પહોંચી, ત્યારે પોલીસે કેસ નોંધી આરોપી અયાન પઠાણની ધરપકડ કરી. પોલીસે પીડિતાના
પીડિતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના આખા ચહેરા પર સોજો છે. શરીરે ઘણી ગંભીર ઈજાઓ છે. તબીબો તેની સારવાર કરી રહ્યા છે. આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે પીડિતા અને આરોપી બંને છેલ્લા બે વર્ષથી રિલેશનશિપમાં હતા. બંને વચ્ચે તેમના સંબંધોને લઈને પણ મતભેદ હતા. હાલમાં તેની સામે ગુનો નોંધ્યા બાદ પોલીસે આરોપીના ઘરની તલાશી લીધી હતી અને આ દરમિયાન તેના ઘરમાંથી ગેરકાયદેસર દારૂ પણ મળી આવ્યો હતો.
આ સમગ્ર ઘટના અંગે એએસપી માનસિંહ ઠાકુરે જણાવ્યું કે જ્યારે પોલીસે આ ગંભીર બાબતની તપાસ કરી તો જાણવા મળ્યું કે આરોપી યુવક અને પીડિતા ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા. આરોપી અયાને યુવતી પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. ઘાયલ યુવતીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.