વલસાડ શહેરમાં સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ પ્રીમિયર લીગ-૨ ની ટુર્નામેન્ટ યોજાય

વલસાડ શહેરમાં સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ પ્રીમિયર લીગ-૨ ની ટુર્નામેન્ટ યોજાય
વલસાડના રેલ્વેજીમખાના ના મેદાનમાં ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા વલસાડ સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ પ્રીમિયર લીગ-2 ની ટુર્નામેન્ટ યોજાય હતી. જેમાં વલસાડ શહેરના ભૂદેવોની કેદાર-૧૧ કેપ્ટન રાજ વૈદ્ય, શ્રીરામ-૧૧ કેપ્ટન અર્પણ પંડ્યા, પરશુરામ-૧૧ કેપ્ટન કૌશલ ત્રિવેદી, મહાદેવ-૧૧ કેપ્ટન પુલકીત પાઠક, રુદ્ર-૧૧ કેપ્ટન હેમિર દેસાઈ એમ કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો. જે પૈકી કેપ્ટન પુલકીત પાઠક ની આગેવાનીમાં મહાદેવ ૧૧ ટીમ વિજેતા બની હતી. કેપ્ટન અર્પણ પંડયાની ટીમ શ્રીરામ ૧૧ રનર્સઅપ બની હતી. મેન ઓફ ધ સીરીઝ તથા બેસ્ટ બેસ્ટમેન પાર્થ વૈધ, બેસ્ટ બેટ્સમેન પુલકીત પાઠક અને બેસ્ટ ફિલ્ડર અર્પણ પંડયા બન્યા હતા.
ટુર્નામેન્ટની વિજેતા ટીમને વલસાડ ડાંગના સાંસદશ્રી ધવલ પટેલ તથા રનર્સ અપ ટીમને જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી જીતેશ પટેલના હસ્તે ટ્રોફી અર્પણ કરી હતી.
આ ટુર્નામેન્ટનું આયોજન બ્રહ્મ યુવા પાંખ ભાવિક ઉપાધ્યાય, રાજન પંડયા અને કૌશલ ત્રિવેદીએ કર્યું હતું. ટુર્નામેન્ટને સફળ બનાવવા બ્રહ્મસમાજના પ્રમુખ હિતેશ મહેતા, મંત્રી પંકજ રાવલ, ખજાનચી અમિત આચાર્ય સાથે બ્રહ્મસમાજના કારોબારી કમિટીના સભ્યો એ જહેમત ઉઠાવી હતી.