ઓટોમોબાઇલ્સ

સેમસંગ ઈન્ડિયા દ્વારા ફ્યુટર-ટેક ડોમેન્સ પર યુવાનોને સશક્ત બનાવતો નેશનલ સ્કિલિંગ પ્રોગ્રામ સેમસંગ ઈનોવેશન કેમ્પસની 2જી સીઝન રજૂ કરે છે

સેમસંગ ઈન્ડિયા દ્વારા ફ્યુટર-ટેક ડોમેન્સ પર યુવાનોને સશક્ત બનાવતો નેશનલ સ્કિલિંગ પ્રોગ્રામ સેમસંગ ઈનોવેશન કેમ્પસની 2જી સીઝન રજૂ કરે છે

સેમસંગ ઈનોવેશન કેમ્પસ એમઆઈ, આઈઓટી, બિગ ડેટા અને કોડિંગ જેવા ફ્યુચર-ટેક ડોમેન્સમાં સ્કિલિંગ પૂરું પાડશે.

દરેક ડોમેનમાં નેશનલ ટોપર્સને રૂ. 1 લાખ મૂલ્યનો રોકડ પુરસ્કાર અને આકર્ષક સેમસંગ પ્રોડકટો પ્રાપ્ત કરશે.

પ્રોગ્રામમાં ઓનલાઈન અને ઓફફલાઈન લર્નિંગ, કેપસ્ટોન પ્રોજેક્ટ સબમિશન અને સેમસંગ દ્વારા એક્સપર્ટ મેન્ટોરશિપનો સમાવેશ થાય છે.

નવી દિલ્હી, ભારત, 24મી એપ્રિલ, 2024– ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેના નેશનલ સ્કિલિંગ પ્રોગ્રામ- સેમસંગ ઈનોવેશન કેમ્પસની બીજી સીઝન રજૂ કરવામાં આવી છે, જે એઆઈ, આઈઓટી, બિગ ડેટા અને કોડિંગ તથા પ્રોગ્રામિંગ જેવા ફ્યુચર-ટેક ડોમેન્સમાં યુવાનોને કુશળ બનાવવા તૈયાર કરાયો છે. સેમસંગ ઈનોવેશન કેમ્પસનું લક્ષ્ય ભાવિ ટેકનોલોજીઓમાં 18-35 વયવર્ષના યુવાનોને કુશળ બનાવવનું અને તેમની રોજગારક્ષમતા વધારવાનું છે.

પ્રોગ્રામ ભારતની વૃદ્ધિની ગાથામાં મજબૂત ભાગીદાર અને યોગદાનકર્તા તરીકે સેમસંગની કટિબદ્ધતા મજબૂત બનાવે છે. તે યુવાનો માટે યોગ્ય તકો નિર્માણ કરવા સ્કિલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા જેવી ભારત સરકારની પહેલોને ટેકો આફવા માટે પણ તૈયાર કરાયો છે.

ભારતમાં 3500થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે અગાઉ આ સપ્તાહમાં સમસંગ અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ઈએસએસસીઆઈ) વચ્ચે સમજૂતી કરાર પર સહીસિક્કા કરવામાં આવ્યા છે.

આ વર્ષે પ્રોગ્રામ વિદ્યાર્થીઓ માટે વધુ આકર્ષક તકોનો સમાવેશ કરવા માટે સ્કિલિંગથી પાર જાય છે. દરેક ડોમેનના નેશનલ ટોપર્સને દિલ્હી- એનસીઆરમાં સેમસંગનાં એકમોની મુલાકાત લેવાની તક સાથે રૂ. 1 લાખનો રોકડ પુરસ્કાર પણ પ્રાપ્ત થશે. આ એકમોની મુલાકાતથી વિદ્યાર્થીઓને સેમસંગ ખાતે લીડરશિપ ટીમ સાથે ઈન્ટરએક્ટ કરવા અને મેન્ટોરશિપ પ્રાપ્ત કરવાની તક આપશે. નેસનલ કોર્સના ટોપર્સને સેમસંગ ગેલેક્સી બડ્સ તતા સેમસંગ ગેલેક્સી સ્માર્ટવોચીસ જેવી આકર્ષક સેમસંગ પ્રોડક્ટો પણ મળશે.

“સેમસંગ ભારતમાં તેની હાજરી સાથે છેલ્લાં 28 વર્ષમાં રાષ્ટ્રની વૃદ્ધિમાં કટિબદ્ધ ભાગીદાર રહી છે. અમારો ધ્યેય હંમેશાં યુવાનોને કુશળ બનાવવા અને વ્યાવસાયિક વૃદ્ધિની તકો સાથે તેમને સશક્ત બનાવવાના ભારત સરકારના હેતુઓ સાથે સુમેળ સાધે છે. સેમસંગ ઈનોવેશન કેમ્પસ થકી અમે કુશળતા આધારિત લર્નિંગનું મંચ નિર્માણ કરી રહ્યું છે, જે યુવાનોને ફ્યુચર-ટેક ડોમેન્સમાં કુશળ બનાવવા અને નોકરી નિર્માણ કરવામાં અને અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે મદદરૂપ થવા માગે છે,” એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી જે બી પાર્કે જણાવ્યું હતું.

ઈએસએસસીઆઈ કુશળતા વિકાસ મંત્રાલયના ઉપક્રમે ઉદ્યોગનાં સંગઠનો દ્વારા પ્રમોટ કરાતી રાષ્ટ્રીય સ્તરની સ્કિલિંગ સંસ્થા છે અને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી) હેઠળ સેક્ટર સ્કિલ કાઉન્સિલ તરીકે કામ કરશે. તે મંજૂર તાલીમ અને શિક્ષણ ભાગીદારોના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક થકી ઓન-બોર્ડ સ્થાનિક તાલીમ પૂરી પાડશે. ઈએસએસસીઆઈને વિદ્યાર્થીઓને ઉત્તમ ફ્યુચર-ટેક શિક્ષણને આસાન પહોંચ નહીં હોય તેવાં નાનાં ભારતનાં શહેરોમાં લાભાર્થીઓને અભ્યાસક્રમ પૂરો પાડવાની તક પણ આપશે.

“ઈએસએસસીઆઈ સીએસઆર પહેલ માટે સેમસંગ સાથે ભાગીદારી કરવામાં ખુશી અનુભવે છે, જે દેશમાં સ્કિલ્સ ઈકોસિસ્ટમને મજબૂત બનાવશે. સેમસંગ ઈનોવેશન કેમ્પસ રાષ્ટ્રના યુવાનોને અને ખાસ કરીને મૂળભૂત સુવિધાથી વંચિત હોય તેમને ફ્યુચર-ટેક ડોમેન્સ પર સ્કિલિંગ અને આવશ્યક જ્ઞાન પૂરું પાડવાના અમારા હેતુઓ સાથે ઉત્તમ સુમેળ સાધવા માટે તૈયાર કરાયું છે. અમને આશા છે કે પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ટેક્નિકલ જાણકારીથી સુસજ્જ કરશે અને તેમને નોકરી માટે તૈયાર કરશે,” એમ ઈએસએસસીઆઈના ચીફ ઓપરેટિંગ ઓફિસર (ઓફિશિયેટિંગ સીઈઓ) શ્રી અભિલાષા ગૌરે જણાવ્યું હતું.

પ્રોગ્રામ માટે નોંધણી કરાતા યુવાનોને ક્લાસરૂમ અને ઓનલાઈન તાલીમ હેઠળ પસાર થવાનું રહેશે અને એઆઈ, આઈઓટી, બિગ ડેટા તથા કોડિંગ અને પ્રોગ્રામિંગમાં તેમનાં ચુનંદાં ટેકનોલોજી ક્ષેત્રોમાં તેમનું હાથોહાથનું કેપસ્ટોન પ્રોજેક્ટ કામ પૂર્ણ કરવાનું રહેશે.

તેમને તેમની રોજગારક્ષમતા વધારવા માટે સોફ્ટ સ્કિલ્સ તાલીમ પણ આપશે. સહભાગીઓને ભારતભરના ઈએસએસસીઆઈના તાલીમ અને શૈક્ષણિક ભાગીદારો થકી ભેગા કરાશે. આ અભિગમમાં સેમસંગ કર્મચારીઓ દ્વારા પૂરા પડાતા ઓફફલાઈન અને ઓનલાઈન લર્નિંગ, રોમાંચક હેકેથોન્સ અને કેપસ્ટોન પ્રોજેક્ટ્સ તેમ જ એક્સપર્ટ મેન્ટોરશિપનું સંયોજનનો સમાવેશ થાય છે.

અભ્યાસક્રમનું માળખું પસંદ કરેલા અભ્યાસક્રમના ટ્રેકને આધારે અલગ અલગ હશે. દાખલા તરીકે એઆઈ અબ્યાસક્રમ અપનાવતા સહભાગીઓને 270 કલાકની થિયોરેટિકલ તાલીમ હેઠળ પસાર થવાનું રહેશે અને 80 કલાકનું પ્રોજેક્ટ વર્ક પૂર્ણ કરવાનું રહેશે. દરમિયાન આઈઓટી અથવા બિગ ડેટા અભ્યાસક્રમ કરનારને 160 કલાકની તાલીમ, 80 કલાકનું પ્રેક્ટિકલ પ્રોજેક્ટ વર્ક હેઠળ પસાર થવાનું રહેશે. કોડિંગ અને પ્રોગ્રામિંગ કોર્સમાં સહભાગીઓને 80 કલાકની તાલીમ અને 3 દિવસ હેકેથોન ઈવેન્ટમાં બાગ લેવાનું રહેશે.

પ્રોગ્રામમાં ચાર રાજ્યમાં આઠ શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. ઉત્તરીય પ્રદેશમાં તાલીમ કેન્દ્રો દિલ્હી એનસીઆરમાં બે ઉપરાંત લખનૌ અને ગોરખપુરમાં સ્થાપવામાં આવશે. દક્ષિણીય પ્રદેશમાં તામિલનાડુ અને કર્ણાટકનાં રાજ્યોને આવરી લેતાં તાલીમ કેન્દ્રો બેન્ગલુરુમાં બે ઉપરાંત ચેન્નાઈ અને શ્રીપેરુંબુદ્દુરમાં સ્થિત રહેશે.

પ્રોગ્રામ એપ્રિલ 2024 દરમિયાન શરૂ થવાનું નિર્ધારિત છે અને ખાસ છ મહિનાનો તૈયાર કરાયેલો કોર્સ ઓક્ટોબર 2024માં સમાપ્ત થશે. કોર્સના ટોપર્સ નવેમ્બર 2024માં જાહેર કરાશે.

2023 દરમિયાન સેમસંગ ઈનોવેશન કેમ્પસ ફ્યુચર-ટેક કોર્સીસમાં 3000 વિદ્યાર્થીઓને સફળતાથી તાલીમ આપશે. સેમસંગનો આ પહેલમાં સમાવેશ ભારતમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) થકી રાષ્ટ્રનિર્માણમાં તેની કટિબદ્ધતા અધોરેખિત કરે છે. તે સેમસંગ સોલ્વ ફોર ટુમોરો સહિત સેમસંગના અન્ય સીએસઆર પ્રયાસોને પૂરક છે. આ પહેલો થકી સેમસંગનું લક્ષ્ય અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે તેમને જરૂરી શિક્ષણ અને કુશળથા પૂરા પાડીને ભારતના ભાવિ આગેવાનોને સશક્ત બનાવવાનું છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button