ઓટોમોબાઇલ્સ

સેમસંગે ક્વાન્ટમ ડૉટ ફીચર સાથે 2024 QLED 4K પ્રીમિયમ ટીવી સીરીઝ લોન્ચ કરી, 4K અપસ્કેલિંગની કિંમત 65990 રૂપિયાથી શરૂ

  • સેમસંગે ક્વાન્ટમ ડૉટ ફીચર સાથે 2024 QLED 4K પ્રીમિયમ ટીવી સીરીઝ લોન્ચ કરી, 4K અપસ્કેલિંગની કિંમત 65990 રૂપિયાથી શરૂ

2024 QLED 4K ટીવી સીરીઝ હવે ક્વાંટમ ડૉટ અને ક્વાંટમ એચડીઆર ટેક્નોલોજી સાથે આવે છે, જેનાથી ગ્રાહકો વાસ્તવિક રંગોના અબજ શેડ્સનો આનંદ માણી શકે છે.

આ મોડલ શાનદાર 4K અપસ્કેલિંગ ટેક્નોલોજી સાથે આવે છે જે કંટેંટને લગભગ 4K ક્વાલિટીમાં પરિવર્તિત કરે છે, જેનાથી વપરાશકર્તાઓ માટે પ્રીમિયમ મનોરંજનની દુનિયામાં પ્રવેશવાનો માર્ગ મોકળો કરે છે.

ગુરુગ્રામ 11 જૂન, 2024 – ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ભારતમાં 65990 રૂપિયાની પ્રારંભિક કિંમત પર 2024 QLED 4K ટીવી સીરીઝ લૉન્ચ કરી. 2024 QLED 4K ટીવી લાઇન-અપ પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યા છે.

2024 QLED 4K ટીવી ત્રણ સાઇઝમાં આવશે – 55”, 65” અને 75”. તે આજથી Samsung.com અને Amazon.in સહિતના ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

ક્વાંટમ પ્રોસેસર લાઇટ 4K દ્વારા સંચાલિત, 2024 QLED 4K ટીવી સીરીઝ કવાંટમ ડૉટ અને ક્વાંટમ HDR સાથે 100% કલર વોલ્યુમ પ્રદાન કરે છે. તે 4K અપસ્કેલિંગ સાથે પણ આવે છે, જે વપરાશકર્તાઓને ઉચ્ચ-રીઝોલ્યુશન 4K સામગ્રીનો આનંદ માણવા સક્ષમ બનાવે છે; ક્યૂ-સિમ્ફની સાઉન્ડ ટેક્નોલોજી, ડ્યુઅલ LED, ગેમિંગ માટે મોશન એક્સેલેરેટર અને પેન્ટોન વેલિડેશન, ગ્રાહકો માટે કલર વફાદારીનું વિશ્વસનીય પ્રતીક છે.

“છેલ્લા કેટલાક વર્ષોમાં કંટેંટનો વપરાશ ઝડપથી બદલાયો છે, કારણ કે વપરાશકર્તાઓ વધુ ઇમર્સિવ અને પ્રીમિયમ વ્યૂઇંગ અનુભવની માંગણી કરી રહ્યા છે. આ માંગને પૂરી કરવા માટે અમે 2024 QLED 4K ટીવી શ્રેણી લોન્ચ કર્યું છે જે પ્રીમિયમ અને શ્રેષ્ઠ વ્યૂઇંગ એક્સપરિયન્સની દુનિયામાં એક પગથિયું છે. નવી ટીવી સીરીઝ 4K અપસ્કેલિંગ સુવિધા સાથે જીવંત પિક્ચર ક્વાલિટી પ્રદાન કરે છે જે સ્ક્રીન પર કંટેન્ટને લગભગ 4K લેવલ સુધી રિફાઇન કરે છે, એકંદરે જોવાના અનુભવને કેટલાંક પાયદાન ઉપર લઇ જાય છે,” તેમ સેમસંગ ઇન્ડિયાના વિઝ્યુઅલ ડિસ્પ્લે બિઝનેસના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ મોહનદીપ સિંહે કહ્યું.

ક્વાંટમ ટેકનોલોજી

ઉદ્યોગના માપદંડોથી આગળ વધીને 2024 QLED 4K ટીવી સીરીઝ Quantum Processor Lite 4K થી સજ્જ છે. – એક શક્તિશાળી પ્રોસેસર જે જોવા અને અવાજની સ્થિતિને શ્રેષ્ઠ બનાવે છે. વધુમાં ક્વાંટમ એચડીઆર સુવિધા સિનેમેટિક સ્કેલમાં વિપરીતતાની વિશાળ શ્રેણીને મંજૂરી આપે છે. ક્વાંટમ ડૉટ ટેક્નોલોજીને આભારી જીવંત રંગોના એક અબજ શેડ્સ સ્ક્રીન પર આવે છે, જે ચમકના વિવિધ સ્તરોની સાથે પણ રંગછટાને ચોક્કસ રીતે પ્રદર્શિત કરે છે.

શ્રેષ્ઠ પિક્ચર ક્વાલિટી

અલ્ટીમેટ 4K અપસ્કેલિંગ ફીચર શ્રેષ્ઠ વિઝ્યુઅલ અનુભવ પ્રદાન કરે છે – વપરાશકર્તાઓ જે પણ કંટેંટ જોઈ રહ્યા છે તેના રીઝોલ્યુશનને ધ્યાનમાં લીધા વિના તેઓ વાસ્તવિક પિક્ચર ક્વાલિટીનો આનંદ માણી શકે છે કારણ કે ટીવી આપમેળે લગભગ 4K લેવલ પર અપગ્રેડ થાય છે. આ સિવાય પેન્ટોન વેલિડેશન 2000 કરતાં પણ વધુ રંગોની સચોટ અભિવ્યક્તિને પ્રમાણિત કરે છે અને ડ્યુઅલ LEDની ઇનોવેટિવ બેકલાઇટિંગ ટેક્નોલોજી જોવામાં આવતા કંટેંટના પ્રકાર સાથે મેળ ખાતા બેકલાઇટ કલર ટોનને વધારીને વધુ બોલ્ડ કોન્ટ્રાસ્ટ લાવે છે.

ભવિષ્ય માટે ડિઝાઈન કરાયું

2024 QLED 4K ટીવી સીરીઝ એક સહજ એરસ્લિમ ડિઝાઇન પ્રદર્શિત કરે છે, જે તેને પહેલા કયારેય ના જોઇ હોય તેમ દિવાલમાં ભળી જાય છે. અસીમ સ્ક્રીન અને એડજસ્ટેબલ સ્ટેન્ડ હોમ એન્ટરટેઈનમેન્ટ સેટ-અપને વધારે છે. ટીવી સીરીઝ સોલારસેલ રિમોટની સહાયથી સ્થિરતાને વધારે છે જે બેટરીની જરૂર વગર કામ કરી શકે છે. વધુમાં AI એનર્જી મોડ ઉર્જા બચત લાભ પૂરો પાડે છે.

શાનદાર અવાજ

વાસ્તવમાં ઇમર્સિવ કન્ટેન્ટ જોવાના અનુભવ માટે 2024 QLED 4K ટીવી સિરિઝમાં Q-Symphony, OTS Lite અને એડપ્ટિવ સાઉન્ડ ફીચર છે, જે વપરાશકર્તાઓને ઑન-સ્ક્રીન ગતિને વાસ્તવિક હોય તેમ અનુભવવાની અનુમતિ આપે છે. તે રીઅલ-ટાઇમ સામગ્રી વિશ્લેષણ દ્વારા 3D સરાઉન્ડ સાઉન્ડ ઇફેક્ટ બનાવે છે, જે એક ઇમર્સિવ જોવાનો અનુભવ બનાવે છે.

ગેમિંગ પેરેડાઈઝ

2024 QLED 4K ટીવી સીરીઝ મોશન એક્સેલેરેટર અને ઓટો લો લેટેંસી મોડ (ALLM) સાથે આવે છે, જે રમનારાઓ માટે યોગ્યતાને શ્રેષ્ઠ બનાવે છે. ફ્રેમ્સ વચ્ચેની હિલચાલની આગાહી કરતા આ સુવિધાઓ સ્ક્રીનની ગતિની સરળતામાં સુધારો કરે છે અને ઓછી વિલંબતા સાથે ઝડપી ફ્રેમ ટ્રાંઝિશન પ્રદાન કરે છે.

અન્ય સ્માર્ટ ફીચર્સ

2024 QLED 4K ટીવી સીરીઝમાં સેમસંગની ટીવી પ્લસ સર્વિસ પણ સામેલ છે જેમાં 100+ મફત ચેનલોનો સમાવેશ થાય છે. વધુમાં બિલ્ટ-ઇન મલ્ટી વોઈસ આસિસ્ટન્ટ ગ્રાહકોને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરે છે, જ્યારે સેમસંગ નોક્સ ટોપ-ટાયર સિક્યુરિટી સોલ્યુશન, સલામત ઘરનો અનુભવ પૂરો પાડે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button