સ્પોર્ટ્સ

ઑસ્ટ્રેલિયાએ પાવર પ્લેમાં જ લક્ષ્યનો પીછો કર્યો, હેટ્રિક જીત સાથે સુપર-8માં ટિકિટ મેળવી

  • ઑસ્ટ્રેલિયાએ પાવર પ્લેમાં જ લક્ષ્યનો પીછો કર્યો, હેટ્રિક જીત સાથે સુપર-8માં ટિકિટ મેળવી

એન્ટિગુઆ: ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં જગ્યા બનાવી લીધી છે. નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાનો સામનો નામીબિયા સાથે થયો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ નામિબિયાને કોઈ તક આપી ન હતી અને 9 વિકેટે આસાનીથી મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા નામિબિયાની ટીમ 72 રનમાં આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી ઓવરમાં જ એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ઓસ્ટ્રેલિયાએ 86 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની આ સતત ત્રીજી જીત છે અને નામિબિયાની સતત બીજી હાર છે. આ હાર સાથે નામિબિયા અને ઓમાનની ટીમો પણ સુપર-8ની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button