અનેક પડકારરૂપ ભૂમિકામા ચાર ચાંદ લગાવનાર સુરતી મહાન દિગ્ગજ કલાકાર સંજીવકુમાર
અનેક પડકારરૂપ ભૂમિકામા ચાર ચાંદ લગાવનાર સુરતી મહાન દિગ્ગજ કલાકાર સંજીવકુમાર
9મી જુલાઈ 1938 ના રોજ સુરતના ગળેમંડી વિસ્તારમાં જન્મેલા હરિહર જેઠાભાઇ જરીવાલા સુરત સહિત આખા ગુજરાતનું નામ રોશન કરશે એવી તો કોઈને ખબર ક્યાંથી હોય?
સુરતના હરિભાઈ મુંબઈ જઈ સંજીવકુમાર બની ગયા સંજીવે 25 વરસની ફિલ્મી કારકિર્દીમા તમામ ભૂમિકાને બરાબર ન્યાય આપ્યો હતો સંજીવે અનેક પડકારરૂપ ભૂમિકા ભજવી હતી ખાસ કરીને ગંભીર રોમેન્ટિક હાસ્ય ભૂમિકાઓમાં વધુ પસઁદ કરવામાં આવ્યા હતા
સંજીવકુમારનું નામ સુલક્ષણા પંડિત અને હેમામાલિની સાથે ચર્ચાયું હતું પણ સંજીવ આજીવન કુંવારા રહ્યા હતા.
સંજીવે જી. પી સિપ્પીની શોલેમા ઠાકુર બલદેવસિંઘનું યાદગાર પાત્ર ભજવ્યું હતું મુજે ગબ્બર ચાહીએ વો ભી જિંદા આજે પણ સિનેરસીકો યાદ કરે છે સંજીવે મહાન ડાયરેક્ટર સત્યજીત રે ની ફિલ્મ શતરજ કે ખેલાડીમા પણ અગત્યની ભૂમિકામાં ભજવી હતી નયા દીન નઈ રાત નામની ફીલમમાં 9 અલગ અલગ ભૂમિકાઓ ભજવી હતી ગુલજારની નમકીન કોશિશ આંધી મોસમ અંગુર જેવી ફિલ્મોમાં યાદગાર રોલ કર્યા હતા સંજીવને દસ્તક અને કોશિશ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા
સંજીવની નોંધપાત્ર ફિલ્મમાં દસ્તક પરિચય રાજા ઓર રંક સીતા ઓર ગીતા શોલે ખિલોના ત્રિશુલ ખુદ્દાર અનુભવ પરિચય મોસમ શતરંજ કે ખેલાડી આલાપ સત્યકામ જાની દુશ્મન નમકીન વિગેરે ગણી શકાય
1965 ની હમ હિન્દુસ્તાનથી બૉલીવુડમા પ્રવેશ કરનાર સંજીવની પહેલી ફિલ્મ 1968 ની નિશાંત હતી પણ સંજીવને ખરી ઓળખ ખિલોના ફિલ્મથી મળી
સંજીવ એક જ કલાકાર એવા હતા જે સામે ચાલીને પડકારરૂપ ભૂમિકા માંગતા હતા સંજીવ સુપરસ્ટાર અભિતાભ દિલીપકુમાર શમ્મી કપૂર જીતેન્દ્ર સાથે કામ કર્યું હતું સંજીવે મોટી ઉંમરના પાત્રો ભજવી એ પાત્રોને અમર કરી દીધા.
સંજીવની ગણના બૉલીવુડના સાત સર્વકાલીન મહાન અભિનેતાઓમાં થાય છે
સંજીવ કોમેડી વિલન હીરો ચરિત્ર અભિનેતા બધા જ રોલમાં જાન રેડી લેતા હતા
સંજીવને ગુજરાતી નાટક કોઈનો લાડકવાયો માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો
સુરતમાં સંજીવને નામે એક હોલ પણ છે જેનું ઉદઘાટન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. મોદી એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા સંજીવના નામે સુરતમાં એક રસ્તો પણ છે સંજીવ કુમાર ફાઉન્ડેશન નામે સેવાભાવી ટ્રસ્ટ પણ ચાલે છે જે બાળકોના શિક્ષણ આરોગ્યમા સંસ્કાર અને પોષણ આપવાનું કામ કરે છે 2015 થી સુરત મહાનગર પાલિકા દર વરસે સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધાનું આયોજન કરે છે સુરતના આ મુઠ્ઠી ઉંચેરા મહાન ખેલદીલ ઉમદા કલાકારને કોટી કોટી વંદન.