સુરત :- કોલેજની હોસ્ટેલમાંથી સગીરાને ભગાડી સરથાણાના સ્કૂલ બસ ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું
સરથાણા પોલીસે સ્કૂલ બસ ડ્રાઇવરની ધરપકડ
Surat Sarsana News: આરોપીએ વિદ્યાર્થિનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી હતી
સુરત શહેરના પોશ વિસ્તારની કોલેજની હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી
17 વર્ષની સગીર વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી સરથાણાનો પરિણીત યુવક ભગાડી ગયો હતો.
યુવકે સરથાણા ખાતે પોતાના ઘરે લઈ જઈ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
હોસ્ટેલમાંથી સગીર વિદ્યાર્થિનીને આરોપીએ પિતા બની રજા લીધી હતી.
સગીરાને આરોપીના ચુંગલમાંથી છોડાવી તેણીના પિતા ઘરે લઈ ગયા હતા.
બીજી તરફ, આરોપીએ સગીરાના પિતાને ફોન કરી કહ્યું કે,
તેમની છોકરી પાછળ બે લાખનો ખર્ચ કર્યો છે
તે અથવા છોકરી મને આપો નહિ તો હું તમને અને તમારા પરિવારને મારી નાખીશ એવી ધમકી આપી હતી.
સગીરાને કોરોના વખતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી.
પછી બંને જણા સોશ્યિલ મીડિયા પર એકબીજા સાથે વાત કરતા હતા.
આ બનાવ અંગે સગીરાના પિતાએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી છે.
જેના આધારે પોલીસે ૨૪ વર્ષીય રોશન મુકેશ દૂધાત સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.