Uncategorized

ગ્લોબલ વોર્મિંગને અટકાવવું એ દરેક વ્યક્તિની જવાબદારી: સેવ અર્થ એક્ટિવિસ્ટ સંદીપ ચૌધરી ક્લાઈમેટ ચેન્જ સમગ્ર માનવજાત માટે ખતરો: સંદીપ ચૌધરી, સેવ અર્થ એક્ટિવિસ્ટ

ગ્લોબલ વોર્મિંગને અટકાવવું એ દરેક વ્યક્તિની જવાબદારી: સેવ અર્થ એક્ટિવિસ્ટ સંદીપ ચૌધરી

ક્લાઈમેટ ચેન્જ સમગ્ર માનવજાત માટે ખતરો: સંદીપ ચૌધરી, સેવ અર્થ એક્ટિવિસ્ટ

સુરત: કોઈપણ પ્રયાસ અને ઝુંબેશ ત્યાર સુધી સફળ થતી નથી જ્યાં સુધી તેમાં દરેકની ભાગીદારી અને યોગદાન સામેલ ન હોય. આ વાત ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે યોજાયેલ એક કાર્યક્રમમાં જાણીતા સેવ અર્થ એક્ટિવિસ્ટ સંદીપ ચૌધરીએ કહી હતી.

તાજેતરમાં, સંદીપ ચૌધરીના નેતૃત્વ હેઠળ યસ વર્લ્ડ અને સેવ અર્થ મિશનની ટીમ દ્વારા ક્લાઇમેટ ચેન્જ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ પૃથ્વી પર થઈ રહેલી ગ્લોબલ વોર્મિંગની આડઅસરો વિશે સમાજનું ધ્યાન આકર્ષિત કરવાનો હતો.

આ પ્રસંગે સેવ અર્થના કાર્યકર્તા સંદીપ ચૌધરીએ જણાવ્યું હતું કે “આજના સમયમાં ક્લાઈમેટ

ચેન્જ એક એવી સમસ્યા છે, જે સમગ્ર માનવ જાતિ માટે એક મોટો ખતરો બની ગઈ છે. વાસ્તવમાં આપણું ભવિષ્ય જોખમમાં છે. તેમણે કહ્યું કે આ બાબત પર ભલે સરકારની બેઠકો મળતી હોય અને અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે. વચનો આપવામાં આવે છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી, જે ચિંતાનો વિષય છે. તેથી જ આ પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિની જવાબદારી બને છે કે આ ગંભીર અસરને રોકવા કઈક કરવું જોઈએ. ગ્લોબલ વોર્મિંગને રોકવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવું જોઈએ અને ખાસ કરીને તે કાર્બનનો ઉપયોગ ઘટાડીને કરી શકાય એમ છે.

એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા સંદીપ ચૌધરીને શરૂઆતથી જ પૃથ્વી અને પર્યાવરણ પ્રત્યે ઊંડો લગાવ હતો. આ જ કારણ હતું કે તેમણે પર્યાવરણ બચાવવાના મોટા અભિયાન સાથે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું. આ માટે તેમણે “યસ વર્લ્ડ” નામની સંસ્થા શરૂ કરી, જે પૃથ્વી અને પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. આ સંસ્થા દ્વારા સંદીપ ચૌધરી લોકોને જાગૃત કરે છે કે આપણે આપણી પૃથ્વીને વધુ હરિયાળી અને કાર્બન મુક્ત કેવી રીતે બનાવી શકીએ. આ જાગૃતિ અભિયાનો માટે દેશના ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે.

સંદીપ ચૌધરીના જણાવ્યા મુજબ, “પર્યાવરણ બચાવો અભિયાનમાં જોડાઈને પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવું એ આપણી ફરજ છે, જેથી કરીને આવનારી પેઢીઓને આપણી જમીન એવી જ મળે જે રીતે આપણે મળી છે. એટલું જ નહીં પણ ભાવિ પેઢી પણ આ ઉમદા કાર્યને અનુસરીને પર્યાવરણ પ્રત્યે જાગૃત રહે તે અપેક્ષિત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
preload imagepreload image