માતાપિતાનો સહારો કોણ ? દીકરો કે દીકરી ?
આપણા માતાપિતા ઉંમરલાયક થાય એટલે એમનું ધ્યાન કોણ રાખે?એમની કાળજી કોણ લે?
તમે જવાબ આપશો કે દીકરો અથવા કહશો દીકરી જી ના સાહેબ તમે ખોટા છો.માતાપિતાનો અસલી સહારો છે વહુરાની.
આપણે ત્યાં આપનું સામાન્યપણે એવી માન્યતા છે કે એક દીકરો કે દીકરી હોય તો ઢળતી ઉંમરે માતાપિતાનો સહારો બને
એ તો તમે બધા જાણો જ છો કે દીકરો ઘરમાં વહુ લાવે છે.વહુ આવ્યા પછી દીકરો ઘરની લગભગ બધી જ જવાબદારી પોતાની પત્નીના ખભા પર નાખીને બિન્દાસ થઈ જાય છે
પછી વહુરાની સાચા અર્થમાં વડીલ સાસુ સસરાનો સહારો બની જાય છે
તમે જોશો બરાબર નિરીક્ષણ કરજોઆપણા માતાપિતાની ખરા અર્થમાં સાચા અર્થમાં દિલથી સેવા વહુરાની જ કરે છે.હાજી વહુરાની જ હોય છે જે પોતાના વડીલ સાસુ સસરાની સેવા કરી એ લોકોનો સહારો બને છે
એક ઘરની ગૃહલક્ષ્મીને ઘરની સવારથી રાત સુધીની બધી દીનચર્યા ખબર હોય છે કોન ક્યારે કેવી ચાહ પીવે છે? કોના માટે કેવી રસોઈ જમવાનું બનાવવાનું છે? રાતે સાસુ સસરા માટે 9 વાગ્યા પહેલા જમવાનું બનાવી દેવાનું છે કોઈ દિવસ સાસુ કે સસરા બીમાર પડી જાય તો વહુરાણી પુરા દિલથી સાસુ સસરાની સેવા ચાકરી કરે છે
કોઈ દિવસ વહુરાણી કોઈ કારણસર આમતેમ થાય તો ઘરનું બધુ જ કામકાજ વાસણપાણી સાફસફાઈ રસોઈ બધું જ આમતેમ થઈ જાય છે કોઈ દિવસ ઘરનો દીકરો બે ચાર દિવસ બહારગામ જાય તો વહુરાણી ઘર બરાબર ચલાવી લે છે.
વહુ વગર સાસુ સસરાને ઘરમાં ગમતું નથી
દીકરાને ખબર જ હોતી નથી કે માતાપિતા સવારે નાસ્તામાં શુ લે છે ? ચાહ કેવી પીવે છે? ચાહ કેટલા વાગે પીવે છે? બપોરે શુ જમે છે? સાંજે કેટલા વાગે ચાહ પીવે છે? રાતે ભોજનમાં શુ લે છે?
દીકરો માત્ર પત્નીને સવાલો જ કરે છે જેમ કે માતાપિતાએ જમી લીધું? નાસ્તો કરી લીધો? કોઈ દિવસ દીકરો એમ પુછતો નથી કે મવતાપિતા શુ જમે છે? કેવી ચાહ પીવે છે? દવા કેટલા વાગે લે છે?કઈ દીકરાને ખબર હોતી નથી.
વહુરાણી ખરેખર સાસુ સસરાની દિલથી સેવા કરે છે દેખરેખ રાખે છે કાળજી લે છે
દીકરીની તારીફ કરો પણ વહુરાણી માટે બે મીઠા શબ્દો જરૂર બોલો.મારી વહુ મારી દીકરી જ છે એમ કહો
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
00000