ક્રાઇમ

નવસારી વિજલપોર ઉદ્યોગનગર

નવસારી વિજલપોર ઉદ્યોગનગર ચા નાસ્તાની દુકાન માંથી ગાંજો પકડી પાડતી નવસારી એસ ઓ જી પોલીસ
નવસારીના ડો.કરનરાજ વાઘેલા, IPS ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી, નાઓ દ્વારા નવસારી જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા ચલાવી રહેલ મુહીમ સંદર્ભે નાર્કોટીકસના કેસો શોધી કાઢવા તેમના તાબામાં આવતા તમામ પોલીસ સ્ટેશન માં સુચના આપેલી તે સંદર્ભે શ્રી પી.બી.પટેલીયા પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી નવસારીનાઓએ ગઈ તારીખ ૨૮/૩/૨૦૨૩ના રોજ આ પો.કો ભક્તેશભાઇ નિવૃતીભાઇ નોકરી એસ.ઓ.જી. નવસારી નાઓને મળેલ બાતમી હકિકત આધારે મોજે સી ૪૩/૧ ચંદન સ્ટીલ ફેકટરીની સામે ઉધ્ધોગ નગર, વિજલપોર ખાતે આવેલી બજરંગી ચા-નાસ્તાની દુકાનમાં તા.જલાલપોર જી.નવસારી ખાતેથી અરવિંદકુમાર શ્રીરામ રાવત ઉ.વ ૩૪ રહે સી ૪૩/૧ ચંદન સ્ટીલ ફેકટરીની સામે ઉધ્ધોગ નગર,વિજલપોર ખાતે આવેલી બજરંગી ચા-નાસ્તાની દુકાનમાં તા.જલાલપોર જી.નવસારી મુળ રહે જમલાપુર ગામ, તા.જી.ઝાલોલ (ઉત્તરપ્રદેશ) નાઓની કબ્જાની દુકાનમાંથી (૧) ગાંજો ૦.૫૩૮ કિ.ગ્રામ કિંમત રૂ.૫૩૮૦/- (૨) ગુજરાતી સમાચાર પત્રના પેપરનુ વજન ૦.૦૧૮ કિ.ગ્રા કિ.રૂપીયા ૦૦/- (૩) ભુરા કલરની બોડીવાળો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂપીયા ૫,૦૦૦/- મળી કુલ કિ.રૂપીયા ૧૦,૩૮૦/- નો મુદ્દામાલ સાથે આરોપી ઇસમને પકડી પાડી ડિટેઇન કરી ગાંજો આપનાર એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરૂધ્ધ વુ.પો.સ.ઇ ડી.એસ.ચૌધરી નાઓએ એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી), ૨૦[બી(Ü(A)}], ૨૯ મુજબ ફરીયાદ આપેલ છે અને આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટર વિજલપોર પોલીસ સ્ટેશન નાઓને સોંપેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button