સગીરાની શારીરિક છેડછાડ ના કેસમાં આરોપી ને તકસીરવાર ઠરાવતી નવસારી ની પોસકો કોર્ટ
સગીરાની શારીરિક છેડછાડ ના કેસમાં આરોપી ને તકસીરવાર ઠરાવતી નવસારી ની પોસકો કોર્ટ
નવસારીના પ્રસંગ પાર્ટી પ્લોટ સામે રહેતી બાળકીના અપહરણ તથા શારીરિક છેડછાડ ના કેસમાં આરોપીને સજા નવસારી દશેરા ટેકરી પ્રસંગ પાર્ટી પ્લોટ સામે જુપડુ બનાવી રહેતા ફરિયાદી ની દીકરી આઠ વર્ષ 11 માસ અને 19 દિવસની ને ફરિયાદીની ગેરહાજરીમાં આરોપી છના મોહન તલાવ્યા કે જે પ્રસંગ પાર્ટી પ્લોટ માં કામ કરતો હોય તે સાંજે 4:30 વાગે સ્કૂટર લઈને ફરિયાદીના ઘરે આવેલ અને ફરિયાદીના ત્રણે બાળકોને સ્કૂટર પર ફેરવેલા અને તેઓને બિસ્કીટ ખાવા આપેલી અને બિસ્કીટ ખાતા હતા તે દરમિયાન આરોપી ભોગ બનનારને સ્કૂટર પર લઈ ગયેલો અને ભોગ બનનાર સાથે શારીરિક અડપલા કરેલા જે અંગેની ફરિયાદ થતા પોલીસ દ્વારા આરોપીની તાત્કાલિક ધરપકડ કરી સાહેદોના નિવેદનો મેડિકલ પુરાવો તથા સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરી આરોપીવિરુઘ નામદાર કોર્ટમાં ચારજશીટ દાખલ કરેલ ઉપરોક્ત કેશ મહેરબાન નવસારીના એડિશનલ સેશન્સ જજ સ્પેશિયલ પોક્ષો કોર્ટ શ્રી ટી.એસ. બ્રહ્મભટ્ટ સાહેબની કોર્ટમાંચાલી જતા ફરિયાદ પક્ષ તરફે સરકારી વકીલ શ્રી એ જે ટેલર દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવાઓ તથા તેમની દલીલોને ધ્યાને લઈ નામદાર અદાલત દ્વારા મહાભારતમાં દર્શાવેલ ના દંડસ્થ પ્રજા યજ્ઞ શુખમ વિનદતી ભારત એટલે કે દંડહિન રાજાની પ્રજાને કદી સુખ મળતુ નથી જેવા સિદ્ધાંતોને ધ્યાને રાખી નામદાર અદાલત દ્વારા આરોપીને આઈપીસી 363 ના ગુનામાં ચાર વર્ષની સજા તથા 1000નો દંડતથા પોક્સો એક ની કલમ 12 માં ત્રણ વર્ષની સજા તથા હજાર રૂપિયાનો ડંડની સજા કરેલ છે