કૃષિ

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ
પંચગંવ્ય, કિટ નિયંત્રક જેવી અનેક પધ્ધતિનું પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવ્યુંઃ
પ્રાકૃતિક ખેતીનો વ્યપાય વધે તેવા આશયથી ભરુચ જિલ્લાના નેત્રંગ ખાતેની નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના પાંચ વિદ્યાર્થીઓએ સુરત જિલ્લાના ત્રણ સ્થળોએ પ્રાકૃતિક ખેતી વિશે એક મહિના રહીને પ્રત્યક્ષ માર્ગદર્શન મેળવ્યું હતું. મહુવા તાલુકાના સણવલ્લા ખાતેની નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર અને ગૌ શાળા પર કેન્દ્ર ખાતે તાલીમ લીધી હતી. જેમાં દેશીગાય ગૌપાલન, પંચગંવ્ય પ્રોડક્ટ, ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ, વિવિધ કિટ નિયંત્રક, ગૌ અર્કનું મહત્વ, ગૌ-કૃપા અમૃતમ ગૌબર કંમ્પોષ્ટ, ધનજીવામૃત, જીવામૃત, ગૌબર લીપણ વગેરેની પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી.
ફળ- ફૂલ ઝાડ રોપા ઉછેર, શાકભાજી, મસાલાપાક પાક વાવેતર પધ્ધતિ, શેરડી રોપ ઉછેર, શેરડી પાક ઉત્પાદન અને મૂલ્ય વર્ધન-વેચાણ વ્યવસ્થાપન, મૂલાકાત અને પ્રાકૃતિક કૃષિ તાલીમ વર્ગ મેનેજમેન્ટ વગેરે વિષય પર પેકટીકલ અનુભવ માર્ગદર્શન મેળવ્યું હતું. નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રના શ્રી હર્ષભાઈ ભરતભાઇ પટેલ તથા શ્રી બારડોલીના મીરા પ્રાકૃતિક ફાર્મના જીજ્ઞાસુભાઈએ તથા દોધન વાડી ખાતે શ્રી વિશાલભાઈ વસાવા અને શ્રી ભરતભાઇ નાનુભાઈ પટેલ પાસેથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ એક માસ મહિનાની નિવાસી તાલીમનો લાભ લઈને માર્ગદર્શન મેળવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button