અદાણી ગ્રુપની કંપનીઓમાં ફાયર સેફ્ટી વીકની ઉત્સાહભેર ઉજવણી

અદાણી ગ્રુપની કંપનીઓમાં ફાયર સેફ્ટી વીકની ઉત્સાહભેર ઉજવણી
ઉચ્ચસ્તરીય અગ્નિ સુરક્ષા અંગે જાગૃતિ, પ્રમોશન, પ્રેરણા અને પ્રશિક્ષણ પ્રદાન કર્યું
અદાણી ગ્રુપની કંપનીઓમાં સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. અમદાવાદના શાંતિગ્રામ સ્થિત અદાણી કોર્પોરેટ હાઉસ (ACH) ખાતે 14 થી 20 એપ્રિલ દરમિયાન નેશનલ ફાયર સેફ્ટી વીકની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જનજાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચસ્તરીય અગ્નિ સુરક્ષા અંગે જાગૃતિ, પ્રમોશન, પ્રેરણા અને પ્રશિક્ષણ પ્રદાન કરવામાં આવ્યુ હતું. રાષ્ટ્રીય અગ્નિ સલામતી સપ્તાહમાં અચાનક આગ લાગે ત્યારે શું કરવું, કટોકટીની પરિસ્થિતીમાં સ્વબચાવની સાથોસાથ સહકર્મીઓને સલામત સ્થળે કેવી રીતે ખસેડવા અને સેફ્ટીને લગતી સ્લોગન સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
ACH એસેટ્સ ફાયર એન્ડ સિક્યુરિટી ટીમ દ્વારા આયોજીત 80માં રાષ્ટ્રીય અગ્નિ સલામતી સપ્તાહની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. સપ્તાહિક કાર્યક્રમોમાં મિની એક્સ્પો, ફાયર ફાઈટિંગ ડ્રોન શો સહિત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. 14-15 એપ્રિલ દરમિયાન FSD મિની-એક્સપોમાં ફાયર સેફ્ટી અંતર્ગત કામ કરતી કંપનીઓએ ફેક્ટરીમાં આગ લાગે ત્યારે જાનમાલના નુકશાનને બચાવવાની અત્યાધુનિક તકનીકો ધરાવતા સંસાધનો અને તેના ઉપયોગથી સૌને માહિતગાર કર્યા હતા. 16મી એપ્રિલે ફાયર ફાઈટિંગ ડ્રોન ઈવેન્ટ દરમિયાન ફાયર સેફ્ટીની જરૂરિયાતમાં ડ્રોનની ભૂમિકાને દર્શાવવામાં આવી હતી.
સપ્તાહના અંતે 20મી એપ્રિલે સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ કર્નલ વીએસ ચંદ્રાવતે સમગ્ર આયોજનને બિરદાવ્યુ હતું. આ પ્રસંગે તેમણે ફાયર એન્ડ સિક્યોરિટી ટીમની ભૂમિકાની પ્રશંસા કરી કંપનીમાં “અંતિમ લક્ષ્ય-ઝીરો ફાયર માટે પ્રતિબદ્ધ” રહેવા પ્રેરિત કર્યા હતા. આગ નિવારણ વ્યવસ્થાપનમાં તમામ કર્મચારીઓની સક્રિય ભૂમિકા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
આ વર્ષે ફાયર સેફ્ટી વીકની થીમ “ENSURE FIRE SAFETY, CONTRIBUTE TOWARDS NATION BUILDING (અગ્નિ સુરક્ષા સુનિસ્ચિત કરો, રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપો)” રાખવામાં આવી હતી. ફાયર સેફ્ટી મિની એક્સ્પોમાં સહભાગી કંપનીઓને પ્રમાણપત્ર વિતરિત કરવામાં આવ્યા હતા.