સિધ્ધપુરના હર્ષ ઠાકર કેનેડાની નેશનલ ક્રિકેટ ટીમમાં આગામી ICC T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ થયા.

સિધ્ધપુરના હર્ષ ઠાકર કેનેડાની નેશનલ ક્રિકેટ ટીમમાં આગામી ICC T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ થયા.
મૂળ સિધ્ધપુરના રહીશ અને કેનેડા સ્થાયી થયેલા તુષારભાઈ દશરથભાઈ ઠાકર (મોદી)ના સુપુત્ર હર્ષ ઠાકર ભારતમાં યોજાઈ રહેલ આગામી ICC T20 વર્લ્ડકપ 2026 માટે કેનેડાની ૧૬ સભ્યોની ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સિલેક્ટ થયા છે. અત્યારે તેઓ કેનેડાની વનડે ટીમમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે રમી રહ્યા છે.
મૂળ સિધ્ધપુરના અને કેનેડા રહેતા આ યુવાને પોતાની મહેનત અને ક્ષમતાના આધારે કેનેડાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સ્થાન બનાવીને ભારત સાથે સિધ્ધપુર અને બ્રહ્મસમાજને ગૌરવ અપાવ્યું છે. ફેબ્રુઆરીમાં શરૂ થઈ રહેલ T20 વર્લ્ડ કપ રમવા તેઓ ટીમ સાથે ભારત આવી રહ્યા છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ રમશે. હર્ષ ઠાકરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રેકોર્ડ પણ સારો છે. તેઓ સુપર બેટર અને બોલર એમ ઓલરાઉન્ડર છે.
કેનેડાના ક્રિકેટર હર્ષ ઠાકરના પિતા તુષારભાઈ ઉચ્ચ અભ્યાસુ છે અને ભારતમાં ભણીને બાદમાં સ્વબળે કેનેડા સ્થાયી થઈને ત્યાં પોતાનું ઉમદા એમ્પાયર બનાવ્યું છે. સ્નેહીજનોએ હર્ષ ઠાકરને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી



