લાઈફસ્ટાઇલ

ચોર્યાસી તાલુકા ખાતે પોષણ માસ અંતર્ગત તાલુકા કક્ષાના “પુર્ણા અવેરનેસ પ્રોગ્રામ” ની ઉજવણી કરવામાં આવી

સુરતઃમંગળવારઃ- મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઈ.સી.ડી.એસ ખાતે દીકરીના જન્મને પ્રોત્સાહન, શિક્ષણ, પોષણ, બાળલગ્ન પ્રતિબંધ, સલામતી અને સુરક્ષા આપવાના હેતુથી ભારત સરકારની થીમ “કિશોરી કુશળ બનો” હેઠળ તાલુકા કક્ષાએ “પુર્ણા અવેરનેસ પ્રોગ્રામ”ની ઉજવણી કરવામાં આવી હતી.

“કિશોરી કુશળ બનો” થીમ પર આયોજીત “પુર્ણા અવેરનેસ પ્રોગ્રામ”માં કિશોરીઓની સુરક્ષા અને સશક્તિકરણ, આંગણવાડીમાં નિયમિત આવવાના લાભો, પોષણ, આરોગ્ય, શિક્ષણ વિષયો પર કાયદાકીય માહિતી વિશે માહિતગાર કરવામાં આવ્યાહતા.

ઉપરાંત દિકરા-દિકરી વચ્ચેના ભેદભાવને દુર કરવા જેવા મુખ્ય વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ પ્રવૃતિઓ પણ યોજાઈ હતી.આ સિવાય શિક્ષણનું મહત્વ, અનિમિયાના નિવારણ માટે લેવાના પગલાં, સ્વ-બચાવની તાલીમ, માસિક સ્વછતા, T.H.R ના ફાયદા, અગત્યની યોજનાની વિસ્તૃત સમજ આપવા સેમિનાર અને પુર્ણા ક્વીઝ પણ યોજાઇ હતી

આ પ્રસંગે ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતી તૃપ્તિબેન પટેલ, ગુજરાત હાઈકોર્ટ મીડીયેટર પ્રીતિબેન જોશી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચોર્યાસી ઘટકના સી.ડી.પી.ઓશ્રી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button