ભીલાપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની હાલત દયનીય
ભીલાપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની હાલત દયનીય
ડભોઇ તાલુકાના ભીલાપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ની હાલત દયનીય બની છે રોડ ધોવાઈ ગયો છે કેનાલમાં મોટા મોટા ગામડાઓ પડી ગયા છે એક તરફ સરકાર કઈ રહી છે અમે ગામડાના ગામડે ગામડા સુધીના નર્મદાનું પાણી પહોંચાડીશું પણ કેટલી જગ્યાએ કેનાલ તૂટી હોય હાલ ઉનાળો ચાલી રહ્યો છે તો રીપેરીંગ કામ થઈ જાય ચોમાસામાં ખેડૂતોને તકલીફ ના પડે વાયદ પૂરા વસાહત પાસેથી ભીલાપુર જતી નર્મદા કેનાલ બાજુનો રોડ તૂટી ગયો છે અને કેનાલના મોટા મોટા ગાબડા પડી તૂટી ગયા છે આ કેનલ પરથી રાત્રિના સમયે અવળ-જવર કરતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તે પહેલા તૂટી ગયેલા રોડની મરામત થાય તેવી વિસ્તારના રહીશોને માંગ ઉઠી છે.
ડભોઇ તાલુકાના ભીલાપુર ગામ કુંઢેલા જતી નર્મદા કેનાલ વાયદ પુરા વસાહત પાસે આવેલા ગેટ નજીક ગત ચોમાસામાં નર્મદા કેનાલમાં પાણી ભરાઈ જતા અને રોડ ઉપર પાણી ફરતા રોડ ઉપર મોટું ગાબડું કેનાલનું પડી ગયું હોય તેમજ કેનાલનો કેટલો ભાગ તૂટી ગયો છે તેમજ કેનાલમાં જાડી ઝારખા અને કચરો મોટા પ્રમાણમાં દેખાઈ આવે છે નર્મદા નિગમ દ્વારા તૂટી ગયેલા રોડની અને કેનાલના ગાબડાની મરામત કરે અને કેનાલ ની સાફ-સફાઈ કરે તેવી વિસ્તારના રહીશોની માંગ ઉઠી છે.