લોકરક્ષકો ખરા અર્થમાં લોકોના રક્ષક બની સુરક્ષા-સલામતી અને સમાજ સેવા માટે તત્પર
લોકરક્ષકો ખરા અર્થમાં લોકોના રક્ષક બની સુરક્ષા-સલામતી અને સમાજ સેવા માટે તત્પર
ગુજરાતના અંતરિયાળ ગામડાઓની યુવા દીકરીઓએ સંઘર્ષમાંથી સફળતા સર્જી લોકરક્ષક બનવાનું સ્વપ્ન સાકાર કર્યું
સુરત શહેર પોલીસ હેડક્વાટર્સ ખાતે પાયાની તાલીમ લઈ રહેલા ૨૩૩ લોકરક્ષક તાલીમાર્થીઓ
રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતીની પ્રક્રિયા પારદર્શી, સરળ અને સમયબદ્ધ બનાવતા હજારો યુવાનોને મળી સરકારી નોકરીની તક
સુરત : રાજ્ય સરકારે યુવાનોના સ્વપ્નાઓને સાકારિત કરવા માટે સરકારી સેવાઓમાં લાખોની સંખ્યામાં કર્મયોગીઓની ભરતી કરી છે. ગુજરાત આજે શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય બનવા સાથે વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યુ છે, તેના પાયામાં પોલીસ દળની કર્તવ્યપરાયણતા અને ફરજપરસ્તી રહેલી છે. પ્રજાની સેવા, સુરક્ષાની જવાબદારી જેના શિરે છે એવા રાજ્યના પોલીસ વિભાગમાં પણ સરકારે પારદર્શિતાથી ભરતી કરી છે, જેના કારણે હજારો યુવાનોને કારકિર્દી ઘડતરની દિશા મળી છે. રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાથી રાજ્ય પોલીસ બળમાં મહિલાઓનું સંખ્યાબળ પણ ઘણું વધ્યું છે. સરકાર ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને પોલીસ દળને સુસજ્જ પણ કરી રહી છે.
રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતીની પ્રક્રિયા પારદર્શી, સરળ અને સમયબદ્ધ બનાવતા હજારો યુવાનોને મળી સરકારી નોકરીની તક સાંપડી છે, ત્યારે સુરત શહેર પોલીસ મુખ્ય મથક ખાતે આવેલ તાલીમ કેન્દ્ર ખાતે ૨૩૩ લોકરક્ષક તાલીમાર્થીઓ સંઘર્ષથી શિખર સુધી પહોંચેલા યુવાનો છે, જેઓ ઈન્ડોર તથા આઉટડોર તાલીમ મેળવી રહ્યા છે. પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમર, નાયબ પોલીસ કમિશનરશ્રી (વહિવટ અને મુખ્યમથક) સરોજકુમારીના માર્ગદર્શનમાં આઉટડોર તાલીમમાં પી.ટી.પરેડ, સાયન્ટીફિક પી.ટી., સ્કવોડ ડ્રીલ, બેનેટ ફાઈટીંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અન્ય તથા ઈન્ડોર તાલીમમાં વિવિધ કાયદાઓ જેમાં ઇન્ડિયન પીનલ કોડ-૧૮૬૦, બંધારણ, ભારતીય ફોજદારી કાર્યરિતી-૧૯૭૩, ગુજરાત પોલીસ એક્ટ જેવા કાયદાઓ અંગે માહિતગાર કરી સજ્જ કરવામા આવી રહ્યા છે.