ક્રાઇમ

શિનોર તાલુકાના સાંધા ગામે એક શ્રમજીવી ના 22 બકરાની ચોરી 

શિનોર તાલુકાના સાંધા ગામે એક શ્રમજીવી ના 22 બકરાની ચોરી 
સેગવા ચોકીના પોલીસને સરપંચે જાણ કરી, પરંતુ ચોરીના ગુનામાં પોલીસ પહોંચી નહોતી અને નિષ્ક્રિયતા બતાવી.
શિનોર તાલુકાના સાંધા ગામે નવીનગરી વિસ્તારમાં પિસાઇ તરફ જતા રોડ પર સોમાભાઈ ગણપતભાઈ વસાવા પોતાના કુટુંબ કબીલા સાથે રહે છે અને મજૂરી તથા પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે. તારીખ 18 સપ્ટેમ્બર ની વહેલી સવારે આશરે બે થી ત્રણ ના અરસામાં, પોતાના ઘરની બાજુમાં બનાવેલા અડારામાં દોરીથી બાંધેલા 22 બકરા-બકરીઓને રાત્રિના નિશાચરો કે ઉઠાવગીરો દોરી કાપીને ઉઠાવી ગયેલા છે. વહેલી સવારે ઊઠીને જોતાં એક પણ બકરા કે બકરીઓ ના હોવાથી તાત્કાલિક ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી આશરે દોઢ થી બે લાખ રૂપીયા જેટલી કિંમત આ બકરાંની થાય છે , સરપંચ દ્વારા તુરત સેગવા આઉટ પોસ્ટ પોલીસ ચોકીના પોલીસ કર્મીને જાણ કરવામાં આવી હતી, પરંતુ બપોર સુધી આ ચોરી બાબતે કોઈ પણ પોલીસ કર્મીઓ તપાસ કરવા આવેલ નથી, એ પોલીસોની ફરજ પ્રત્યેની આળસ બતાડે છે. અગાઉ સાંધા ગામે જીઆરડીના જવાનો મૂકવામાં આવતા હતા, પરંતુ તે છેલ્લા ઘણા સમયથી કેમ આવતા નથી. તે પણ તપાસનો વિષય છે.
તાજેતરમાં તારીખ 10 સપ્ટેમ્બર ના રોજ પુનિયાદ શ્રી તારકેશ્વર મહાદેવ મંદિરમાં પણ ધોળા દિવસે દાન પેટી તોડીને ચોરી થઈ હતી, તે ચોરીની ફરિયાદ પણ નોંધવામાં આવેલ નહોતી. જેથી ચોરોને મોકળું મેદાન મળેલ છે. આ ચોરી પ્રત્યે શરૂઆતથી ઉદાસીન શિનોર પોલીસ આ બકરા ચોરીનો ભેદ ઉકેલી શકશે ખરી????? એ ચર્ચાનો વિષય બનેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button