સાધલી પંચવટી બાગના વિવાદ બાદ શિનોર પોલીસ એક્શનમાં: વાહન ચેકિંગ દરમિયાન ₹1.15 લાખનો મુદ્દામાલ ઝડપાયો

સાધલી પંચવટી બાગના વિવાદ બાદ શિનોર પોલીસ એક્શનમાં: વાહન ચેકિંગ દરમિયાન ₹1.15 લાખનો મુદ્દામાલ ઝડપાયો
સાધલી પંચવટી બાગમાં દારૂની બોટલોના સમાચાર ચમક્યા પછી શિનોર પોલીસને વાહન ચેકિંગ દરમિયાન રૂપિયા 30,800 નો વિવિધ દારૂ અને મોબાઈલ તથા બાઈક મળી કુલ ₹1,15,800 નો મુદ્દા માલ મળી આવ્યો.
શિનોર તાલુકાના સાધલી મુકામે પંચવટી બાગમાં દેશી, વિદેશી દારૂ અને દારૂની પોટલીઓ તથા નશા વાળી સિગારેટ અને બાયટિંગના સાધનો સાથે સરકારી કોન્ડમો મળી આવ્યાના સમાચારો ચમક્યા પછી તારીખ 17 મે 2026 બપોરના 04:15 થી 05:00 વાગ્યાના અરસામાં પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ બાબુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ અને લોકરક્ષક કાદરભાઈ કેશાજી વાહન ચેકિંગ કરતા હતા, ત્યારે બગાશું ખાતા પતાસુ મોઢામાં આવી ગયું હતું, સાધલી બસ સ્ટેન્ડ થી ઉતરાજ જવાના રસ્તે રેલવે ફાટક પાસે એક બાઈક ચાલકને સાઈડ પર ગાડી ઉભી રખાવી, તપાસ કરતા આ નંબર વગરની ટીવીએસ જયુપીટર 125 મોટરસાયકલ માં પ્લાસ્ટિકના અલગ અલગ થેલામાં તથા ગાડીની ડેકીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ 180ml વ્હીસ્કીના 48 નંગ કવાટરીયા રૂ.12480 તથા વિવિધ જાતના બિયરના 500 ml ના કુલ 132 ટીનો જેની કિંમત ₹18,324ના પાસ પરમિટ વગરના મળી આવ્યા હતા. બાઈક ચાલક વિપુલ ચંદુભાઈ સોલંકી, ઉમર 24 હાલમાં રાધડી થી આઠ કિલોમીટર દૂર કરજણ તાલુકાના વેમાર મુકામે ઇમામશાહ બાપુની આંબાની વાડીમાં રહે છે અને મૂળ રહેવાસી કમળેજ ગામ, તાલુકો – જીલ્લો ભાવનગરનો છે. શિનોર પોલીસે રૂપિયા 80,000 ની બાઈક તથા ₹5,000 નો મોબાઇલ મળીને કુલ ₹1,15,800 નો મુદ્દા માલ જપ્ત કરેલ છે. અને પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરે છે, જેની તપાસ પી.એસ.આઇ.એચ.બી. મકવાણા કરી રહ્યા છે.



