સ્પોર્ટ્સ
અખિલ ભારતીય સ્ટ્રેન્થલિફ્ટિંગ સ્પર્ધાઓમાં ગુજરાતની ટીમ રનઅઅપ બની

અખિલ ભારતીય સ્ટ્રેન્થલિફ્ટિંગ સ્પર્ધાઓમાં ગુજરાતની ટીમ રનઅઅપ બની
તાજેતરમાં ગુજરાતની ટીમ ૧ થી ૫ જાન્યુઆરી દરમિયાન હરિયાણા ખાતે યોજાયેલી અખિલ ભારતીય સ્ટ્રેન્થલિફ્ટિંગ સ્પર્ધાઓમાં રનર અપ બની હતી. લોહારુમાં ઇનક્લાઇન બેન્ચપ્રેસ અને સ્ટ્રેન્થલિફ્ટિંગમાં કુલ ૧૨૪૦ ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. સમગ્ર ગુજરાતની ટીમને રનર અપ ટ્રોફી મળી હતી. આ માટે બાલાજી વ્યામ મંદિરના ચેરમેન શ્રી નીતિન ભજીયાવાલા, શ્રી બકુલભાઈ ભટ્ટ, સુરત પીપલ્સ બેંકના ડિરેક્ટર શ્રી મહેક ગાંધીએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને શ્રીલંકા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમવા માટે ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.