ભગવાન મહાવીરના જીવન પર યોજાયેલી નિબંધસ્પર્ધાનો ઈનામ વિતરણ સમારોહ 30મીએ CMની હાજરીમાં થશે
ભગવાન મહાવીરના જીવન પર યોજાયેલી નિબંધસ્પર્ધાનો ઈનામ વિતરણ સમારોહ 30મીએ CMની હાજરીમાં થશે
ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકના ૨૫૫૦મા વર્ષના ઉપલક્ષ્યમાં અધ્યાત્મ પરિવાર સંસ્થા દ્વારા ગુજરાત સરકારના શિક્ષણવિભાગના સમર્થનથી અખિલ ગુજરાતસ્તરે નિબંધ સ્પર્ધાનું આયોજન ક૨વામાં આવ્યું હતું.
આ આયોજનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓની ૬૯૫ જેટલી સ્કૂલોના અંદાજે ૪૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પોતાના નિબંધો લખીને મોકલ્યા હતા.
આ નિબંધોની સંસ્થાના વિશેષજ્ઞો દ્વારા તપાસ થઈ હતી અને તપાસના અંતે રાજ્યસ્તરે માધ્યમિક અને પ્રાથમિક બંને વિભાગના પ્રથમ અને દ્વિતીય એમ બે બે વિજેતાઓ ઘોષિત કરવામાં આવ્યા છે. જેમાં બંને વિભાગના પ્રથમ વિજેતાઓને પ-૫ લાખનો પુરસ્કાર તથા દ્વિતીય વિજેતાઓને ૧- ૧ લાખનો પુરસ્કાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર તથા શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા વગેરે મહાનુભાવોના હાથે શનિવાર તા. 30મી ના બપોરે 02:00 થી 05:00 ક. સમારોહમાં અપાશે.
આ પ્રસંગે ગુજરાતના 21 જિલ્લાના બંને વિભાગના કુલ 42 વિજેતાઓને 12,550/- ના પુરસ્કારો પણ આપવામાં આવશે.
આ સમારોહ અમદાવાદના પાલડી વિસ્તારમાં માદલપુર ખાતે શ્રી શાંતિજિન જૈન સંઘમાં ‘ગુરુજિનસંયમ’ કૃપાપ્રાપ્ત આ. યોગતિલકસૂરિજીની નિશ્રામાં ઉજવાશે.
ઉલ્લેખનીય છે કે આ જ સંસ્થા દ્વારા તા. 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બરની વચ્ચે રાજસ્થાન સરકારના સમર્થનથી રાજસ્થાન ખાતે પણ આવી જ નિબંધસ્પર્ધાનું આયોજન ક૨વામાં આવ્યું છે. ગુજરાતમાં યોજાયેલી સ્પર્ધાની સફળતાથી પ્રોત્સાહિત થઈને રાજસ્થાનમાં પણ આ સ્પર્ધા યોજવાનો વિચાર અમલમાં મૂક્યાનું સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું છે.