Uncategorized

જંતુનાશક દવાઓના ઉપયોગ વખતે ખેડૂતમિત્રો આટલી બાબતોનું અવશ્ય ધ્યાન રાખે

જંતુનાશક દવાઓના ઉપયોગ વખતે ખેડૂતમિત્રો આટલી બાબતોનું અવશ્ય ધ્યાન રાખે

સુરત:સોમવાર: જંતુનાશક દવાઓના ઉપયોગ વખતે તેની હાનિકારક અસરો નિવારવા ખેડૂતમિત્રો નીચેની બાબતોનું અવશ્ય ધ્યાન રાખે તે હિતાવહ છે..

 

≈ જંતુનાશક દવાઓનો સંગ્રહ બાળકો પહોંચી ના શકે તેવી જગ્યાએ તાળાં-કૂંચીમાં રાખવા.

≈ જંતુનાશક દવાનો ઉપયોગ કરતાં પહેલા પેકિંગ પર લખેલી સૂચના કાળજીપૂર્વક વાંચો. પેકિંગ પર સમાપ્તિ તારીખ તપાસવી અને સમાપ્તિ તારીખ પહેલા જ જંતુનાશક દવાઓ ઉપયોગ કરો.

≈ જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરતાં પહેલા સ્પ્રેયર (દવા છાંટવાનો પંપ) સારી હાલતમાં છે કે નહીં તેની ચકાસણી કરવી. ટપકતા અને તૂટેલા સ્પ્રેયરનો ઉપયોગ કરવો નહીં.

≈ જંતુનાશક દવાનાં પ્રવાહી મિશ્રણને સ્પ્રેયરની ટાંકીમાં ભરતી વખતે ગળણીનો ઉપયોગ અવશ્ય કરવો. પ્રવાહી મિશ્રણ ઉભરાય નહીં તેની ખાસ કાળજી રાખવી.

≈ દવાનો છંટકાવ કરતાં પહેલા છંટકાવ કરનારે હાથ મોજા, માસ્ક, પ્રોટેક્ટિવ કપડાં, ગોગલ્સ તથા ગમબુટ અવશ્ય પહેરવા.

≈ વાતાવરણ શાંત હોય ત્યારે સવારે અથવા સાંજે જંતુનાશક દવાનો છંટકાવ કરવો. જંતુનાશક દવા શરીર પર ન પડે તેની ખાસ કાળજી રાખવી.

≈ હંમેશા પવનની દિશામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો.

≈ જંતુનાશક દવા શ્વાસમાં જતી અટકાવવા લાન્સ તથા નોઝલને વધુ ઊંચાઈએ રાખી છંટકાવ કરવો નહીં.

≈ જંતુનાશક દવાનો છંટકાવ કર્યા પછી પાણી પીતા, જમતા પહેલા, પાન-માવો ખાતા પહેલા કે ધૂમ્રપાન કરતાં પહેલા હંમેશા હાથ-મોં સાબુથી ધોવા.

≈ જંતુનાશક દવા છાંટતી વખતે બેચેની જણાય તો તરત જ છંટકાવ બંધ કરવો અને ડૉક્ટરની સલાહ લેવી.

≈ જંતુનાશક દવા વપરાયેલા ડબ્બાનો સંગ્રહ કે ઉપયોગ કરવો નહી પરંતુ ખાલી ડબ્બાઓ બોટલોને તોડીને જમીનમાં ઊંડે દાટી દેવી.

≈ જંતુનાશક દવાનો છંટકાવ પૂરો કર્યા પછી સાબુથી સ્નાન કરવું. પહેરેલા કપડાં પણ પાણીથી બરાબર ધોવા.

 

વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવું. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, સુરતની યાદીમાં જણાવાયું છ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button