નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી ૧૨૫ નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી ૧૨૫ નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
નવસારીઃ શનિવારઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ૧૨૫ નવીન બસોનું વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે તેમની સાથે નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહયા હતાં.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજયના તમામ શહેરો અને અંતરિયાળ ગામોને પરિવહન સેવાથી સાંકળી લઇ તેમજ કોઇપણ ગામ પરિવહન સેવાથી વંચિત ન રહે તે માટે નવીન બસોની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ નવીન બસોથી મુસાફરો/ વિદ્યાર્થીઓને પરિવહન સેવાનો લાભ મળશે. નિગમ મુસાફરોને સમયસર અને આરામદાયક મુસાફરીની સાથે સલામતીના ધ્યેય સાથે કામ કરે છે. નવસારી ખાતે મુસાફરોને આરામદાયક સુવિધા માટે મીની બસો-૭૦, સ્લીપર-૨૦ તેમજ ૨×૨ સીટર – ૩૫ બસોનો સમાવેશ કરાયો છે.
કાર્યક્રમ બાદ ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદશ્રી સી.આર.પાટીલ સહિત અન્ય મહાનુભાવો બસમાં મુસાફરી કરી ચીખલી ખાતે નવનિર્મિત પોલીસ આવાસના લોકાર્પણ કાર્યક્રમમાં રવાના થયા હતા.
આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિર, ધારાસભ્યો સર્વેશ્રી નરેશભાઇ પટેલ, આર.સી.પટેલ, રાકેશભાઇ દેસાઇ તથા નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઇ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહયાં હતાં.