Uncategorized
સાઉદી અરેબિયા એક્સચેન્જની સ્પષ્ટ ના : હજયાત્રાળુ માટે મુસીબત

સાઉદી અરેબિયા એક્સચેન્જની સ્પષ્ટ ના : હજયાત્રાળુ માટે મુસીબત
૪થી જૂનથી અમદાવાદ એરપોર્ટથી પવિત્ર હજયાત્રા માટે ફલાઇટ શરૂ થનાર છે. હજયાત્રાળુઓએ પણ હજ કમિટીઓમાં નાણાં ભરવા માટે રૂા.૨ હજારની નોટનો ભરપુર ઉપયોગ કર્યો છે. જોકે, સરકારની જાહેરાત બાદ હવે સાઉદી અરેબિયા એક્સચેન્જમાં રિયાલ માટે રૂા.૨ હજારની નોટ સ્વિકારવા ના પાડી દીધી હોવાનુ જાણવા મળ્યુ છે પરિણામે હજયાત્રાએ જનારા માટે મુસિબત ઉભી થઇ છે.એટલુ જ નહીં, હજ વખતે પણ રૂા.૨ હજારની નોટ ન લાવવા હજ ટુર ઓપરેટરોએ પણ સૂચના આપી છે. સાઉદીમાં ય ૨ હજારની નોટ આપી રિયાલ લેવા હોય તો ઉંચુ કમિશન ચૂકવવુ પડે છે તેવી માહિતી સાંપડી છે.