સ્પોર્ટ્સ
આજે ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે મહા મુકાબલો
આજે ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે મહા મુકાબલો
એલિમિનેટર મુકાબલો આવતીકાલે મુંબઈ અને લખનઉ વચ્ચે
આજે પહેલો ક્વોલિફાયર મુકાબલોસરમાશે જેમાં હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ ધોનીની ચેન્નાઈ સામે ટકરાશે. જ્યારે એલિમિનેટર મુકાબલો 24 મેએ રમાશે.
જેમાં લખનૌની ટીમ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ સામે ટકરાશે. આ બન્ને મેચ ચેન્નાઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ પર રમાશે. આ પછી આઈપીએલનો કાફલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચશે જ્યાં ક્વોલિફાયર-2 અને ફાઈનલ મુકાબલો રમાશે. ભારતીય સમય પ્રમાણે તમામ મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે.
આઈપીએલ-2023ના લીગ સ્ટેજમાં કુલ 70 મુકાબલા રમાયા હતા. દરેક ટીમને આ દરમિયાન 14-14 મેચ રમવાની તક મળી હતી. ગત ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સે આ દરમિયાન સૌથી વધુ 10 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમ મેળવ્યો છેતો આઠ જીત સાથે ચેન્નાઈ સુપરકિંગ્સ બીજા ક્રમે રહી છે. ત્રીજા નંબરે 17 પોઈન્ટ મેળવીને લખનૌએ પ્લેઑફ માટે ક્વોલિફાય કર્યું છે તો મુંબઈ આઠ જીત સાથે ચોથા નંબરે રહ્યું છે.