આરોગ્ય

ઉમરપાડા અને માંડવી તાલુકા માટે બે નવી મોબાઈલ મેડીકલ યુનિટનું લોકાર્પણ કરાયુંઃ અંતરીયાળ વિસ્તારના લોકોના આરોગ્ય માટે મેડિકલવાન આર્શીવાદરૂપ બની છેઃ

સુરતઃસોમવારઃ- Emri ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત મેડિકલ મોબાઈલ યુનિટ દ્વારા ઉમરપાડા અને માંડવી તાલુકાના અંતરીયાળ ગામોમાં છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓ કરવામાં આવી હતી. આ સેવામાં વધુ બે મોબાઈલ મેડિકલવાન તા.૮મી સપ્ટેમ્બરના રોજથી શરૂ કરવામાં આવી છે. આ ઉદ્દઘાટનના પ્રસંગે માંડવી અને ઉમરપાડાનાં THO ઓફિસ સ્ટાફ, સી.એચ.સી. હોસ્પિટલ સ્ટાફ તેમજ emri ગ્રીન હેલ્થ સર્વિસનાં mhu સ્ટાફ, ૧૦૮ સ્ટાફ અને ખિલખિલાટ સ્ટાફ દ્વારા બે મોબાઈલ યુનિટ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ મેડિકલ મોબાઈલ યુનિટ દ્વારા એક અઠવાડિયામાં ઉમરપાડાની આજુબાજુના ૨૫થી વધુ અને માંડવીમાં એક અઠવાડિયામાં ૨૦ થી વધુ ગામોમાં જઈ લોકોની વિનામુલ્યે સારવાર અને દવાઓ આપવામાં આવી રહી છે. આ મોબાઈલવાનમાં ડૉકટર, ફાર્મા સિસ્ટ પેરામેડીક, પાઈલોટનો સમાવેશ થાય છે. આ એમ્બ્યુલન્સ દ્વારા રોજે રોજ ગામે ગામ જઈ ઑપીડી દરેક જરૂરીયાતમંદ દર્દીઓને દવાઓ આપી બી. પી. ચેકઅપ, ડાયાબિટીસના દર્દીઓને રીપૉર્ટે કરી આપવામાં આવે છે. સગર્ભાવસ્થા બહેનો માટે તથા અન્યના લોહીના તથા પેશાબના રીપોર્ટ સહિત બ્લડ ચેકઅપ કરી પ્રસુતિ વાળી બહેનોને નાના બાળકની સાર સંભાળ કઈ રીતે રાખવી તેની સમજણ તથા માર્ગદર્શન આપવામાં આવે છે. ગામના લોકોને જુદા જુદા રોગ વિશે અવરનેશ આપીને રોગચાળો ફેલાતો અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button