ડીપી વર્લ્ડ તેના ‘સ્વાસ્થ્ય કેન્દ્ર’ પ્રોગ્રામ, મિશનના પ્રથમ તબક્કામાં દેશના 1 મિલિયન ટ્રક ચાલકોને સહયોગ મળશે

ડીપી વર્લ્ડ તેના ‘સ્વાસ્થ્ય કેન્દ્ર’ પ્રોગ્રામ, મિશનના પ્રથમ તબક્કામાં દેશના 1 મિલિયન ટ્રક ચાલકોને સહયોગ મળશે
ગુજરાત, 23 એપ્રિલ, 2026: ડીપી વર્લ્ડ આજે ગુજરાતમાં રજૂ કરે છે, એક અગ્રણી પહેલ સ્વાસ્થ્ય કેન્દ્ર, જે ભારતના ટ્રક ચાલક સમુદાયના આરોગ્ય, કલ્યાણ અને સામાજિક સુરક્ષા માટે સમર્પિત રાષ્ટ્રવ્યાપી વેલનેસ હબ નેટવર્કને તૈયાર કરવા તરફનું પ્રથમ પગલું છે. આ પહેલનો હેતુ એક મિલિયન ટ્રક ચાલકો અને તેમના પરિવાર પર સકારાત્મક અસર કરવાનો છે તથા લાંબાગાળાનો દૃષ્ટિકોણ દેશભરના ટ્રક સમુદાયને વધુ સારી સુવિધા પૂરી પાડવાનો છે.
ભારતનો ટ્રક ચાલકો દેશના પૂરવઠા ચેઇનનો આધારસ્તંભ છે, જે દેશના 70 ટકાથી વધુ માલ પરિવહનને સમર્થ બનાવે છે અને વિવિધ ભૌગોલિક ઉદ્યોગ, વ્યવસાય તથા ઘરોને પણ જોડે છે. ભારતીય માર્ગો પર 6.5 મિલિયનથી પણ વધુ ટ્રક નોંધાયેલા હોવા છતા પણ આ ક્ષેત્ર માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા, આર્થિક સુરક્ષા અને સરળ વેલફેર સહાય હજી પણ મોટો પડકાર છે. સ્વાસ્થ્ય કેન્દ્ર કાર્યક્રમ દ્વારા ડીપી વર્લ્ડ મુખ્ય માલ પરિવહન કોરિડોરમાં સરળતાથી સહાય મળી રહે તેવા વૅલનેસ હબ સ્થાપીને આ દીર્ઘકાલીન ખામીને દૂર કરવા પ્રયત્ન કરે છે અને ટ્રક ચાલકો જ્યાં રહે અને જ્યાંથી કામ કરે ત્યાં તેમને જરૂરી સેવાઓ સરળતાથી મળી રહે છે.
ગુજરાતનું સર્વપ્રથમ કેન્દ્ર, નીતિગત રીતે મુંદ્રા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલથી નજીક છે અને તે 7000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને તે ટ્રક ચાલક સમુદાયને સ્વાસ્થ્ય સંબંધિત સુવિધા પૂરી પાડવાના હબ તરીકે વિકસાવવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય સેવાઓ, નિવારક તપાસ, આરામ તથા રિકવરી સ્પેસ, સેનિટેશનની સુવિધા તથા વેલફેર અને સામાજિક સલામતી યોજના અંગે પણ માર્ગદર્શન જેવી સહાય પૂરી પાડશે.
આ પહેલ પ્લાન ઇન્ટરનેશનલ ઇન્ડિયાની સાથે સહયોગમાં વિકસાવવામાં આવી છે, જેમાં ડીપી વર્લ્ડની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કુશળતાને સમુદાયની સાથે સાંકળીને તેમને એક અર્થપૂર્ણ અને ટકાઉ અસર ઉભી કરવામાં આવશે. ટ્રક ચાલકના પરિવારો સુધી સહાયક સેવાઓ પણ વિસ્તારવામાં આવશે, જેથી તેમના સર્વાંગી વિકાસ કલ્યાણ તથા સમુદાયના કલ્યાણ પ્રત્યેની તેમની વ્યાપક પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
તેના લાંબાગાળાના દ્રષ્ટિકોણના ભાગરૂપે ડીપી વર્લ્ડ સ્વાસ્થ્ય કેન્દ્ર નેટર્કનું વિસ્તરણ દેશભરમાં કરવાનું આયોજન છે, જેનાથી ટ્રક ચાલકોની જીવનની ગુણવત્તા સુધરે, સલામતી મજબૂત બને તથા રાષ્ટ્રનું લોજિસ્ટિક પીઠબળ ભવિષ્ય માટે સુરક્ષિત બની રહે. આ પ્રયાસને જ પૂરક બનાવતા, ડીપી વર્લ્ડ એ મુખ્ય પરિવહન માર્ગો યોગ્ય આંખની સંભાળની પહેલ દ્વારા તેના મિશન ફોર વિઝન કાર્યક્રમને આગળ વધારશે, જેથી દેશભરના રસ્તા વધુ સુરક્ષિત અને સમુદાયોને વધુ સ્વસ્થ બનાવશે.
આ રજૂઆત વિશે, રિઝવાન, સૂમર, સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર, સબકોન્ટિનેન્ટ, સેન્ટ્રલ એશિયા, લેવન્ટ અને ઇજિપ્ત, ડીપી વર્લ્ડ કહે છે, “ભારતની વિકાસ ગાથા એ ફક્ત વિશ્વકક્ષાના માળખાથી જ નહીં, પરંતુ દરરોજ તેના વેપારને આગળ વધારતા લોકોને આપણે કઈ રીતે ટેકો આપીએ છીએ, તેના પર આધાર રાખે છે. ટ્રક ચાલકો એ અમારા સપ્લાઈ ચેઇનનો આધાર સ્તંભ છે અને દેશના વિકાસ માટે આ અતિઆવશ્યક છે. ડીપી વર્લ્ડમાં અમે માનીએ છીએ કે, માળખાકીય વિકાસની સાથે સામાજિક પ્રભાવ પણ આગળ વધવો જોઈએ. ગુજરાતમાં પ્રથમ સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદ્દઘાટન એ અમારા લાંબાગાળાના દ્રષ્ટિકોણની શરૂઆત છે, જે દેશભરના ટ્રક ચાલક સમુદાયને ક્રમશ: સેવા આપતુ સહાયક નેટવર્ક બનશે, જેથી આર્થિક વિકાસને આગળ વધારતા લોકોને પણ ગૌરવ, કલ્યાણ તથા યોગ્ય તક મળી રહેશે.”
નવીન ગુપ્તા, સેક્રેટરી જનરલ, ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ કહે છે: “ટ્રક ચાલકો પરિવહન ઉદ્યોગનો આધારસ્તંભ છે અને દેશની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેઓ ઘણીવાર મુશ્કેલ સ્થિતિમાં પણ કરે છે અને અપૂરતી આરામની સુવિધાને લીધે તેઓ, જેના કારણે તેઓ થાકી જાય છે. ત્યારે દેશભરમાં સ્વાસ્થ્ય કેન્દ્ર પહેલ એ ફક્ત માળખાકીય સુવિધાઓ પૂરતી નથી, પણ તેમના યોગદાનને માન્યતા આપે છે અને તેમને સુધારવાનો પણ પ્રયત્ન કરે છે. આ સહયોગ દ્વારા, ચાલકોને જરૂરી સુવિધાઓ, મહત્વપૂર્ણ માહિતી અને આરોગ્ય સહાય મળશે, જે તેમના જીવનમાં વધુ આરામ, સલામતી અને ગૌરવ લાવવામાં મદદ કરશે.
મોહમ્મદ આસિફ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર- પ્લાન ઇન્ટરનેશનલ ઇન્ડિયા કહે છે: “મુંદ્રા ખાતે રેસ્ટ સ્ટોપને એક હેલ્થકેર, વેલબિઇંગ તથા એસેન્શિયલ સર્વિસ હબ તરીકે પરિવર્તિત કરતી આ પહેલ એ સાંકળતા વિકાસ તરફનું એક નોંધપાત્ર પગલું છે, જેમાં મુખ્યત્વ રીતે ટ્રક ચાલકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તે ઉપરાંત તેમના પરિવાર અને સમુદાયને પણ સાંકળવામાં આવશે. પ્લાન ઈન્ડિયા અને ડીપી વર્લ્ડના સહયોગથી જિલ્લા સરકાર અને સ્થાનિક સમુદાય સાથે સહયોગ કરીને પ્રવાસ દરમિયાન ટ્રક ચાલકોને સંકલિત સહાય પૂરી પાડવા અને તેમના કલ્યાણને પ્રોત્સાહિત કરવા પર ગર્વ છે.
ભારતના લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમ માટે વધુ વ્યાપક પ્રતિબદ્ધતા
ફિઝીકલ સેન્ટર્સને પૂરક બનાવતા, ડીપી વર્લ્ડની મલ્ટીલિંગલ, મોબાઇલની એપ્લિકેશન હવે ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ થઈ શકે છે અને લોન્ચના માત્ર એક મહિનામાં જ દેશભરમાં 600 ટ્રકચાલકો દ્વારા સક્રિય રીતે ઉપયોગ થવાને કારણે તેણે પ્રભાવશાળી પ્રતિસાદ મેળવ્યો છે. આ એપ ટ્રકચાલકો અને તેમના પરિવારજનોને આરોગ્ય સુવિધાઓ, એટીએમ, પેટ્રોલ પંપ અને મોબાઇલ આરોગ્ય એકમો શોધવામાં મદદ કરે છે, જ્યારે તેમાં રહેલું વેલનેસ ટ્રેકર મુખ્ય શારીરિક માપદંડોની દેખરેખ રાખે છે અને વાસ્તવિક સમયમાં ડ્રાઇવ માટે યોગ્ય સ્થિતિ દર્શાવે છે. એક ગેમિફાઇડ શૈક્ષણિક મોડ્યુલ સુરક્ષિત ડ્રાઇવિંગ પ્રથાઓને પ્રોત્સાહિત કરે છે, અને સંકલિત ડિજિટલ સાધનો ટ્રકચાલકોને લાભો, ઇનામો અને સામાજિક સુરક્ષા સહાય સાથે જોડે છે, જે કેન્દ્રોની દિવાલોની બહાર પણ માર્ગ પર વ્યાપક સહાય સુનિશ્ચિત કરે છે.
0000



