આપણે મુળ સુરતીઓનું મુળ સુરત ક્યાંય ખોવાઈ ગયું છે?
આપણે મુળ સુરતીઓનું મુળ સુરત ક્યાંય ખોવાઈ ગયું છે?
મુળ સુરત સ્ટેશનથી ચોક સુધી વિસ્તરેલું હતું મુળ વસ્તી રાણા સમાજ ખત્રી સમાજ ઘાંચી સમાજ મુસ્લિમ વોહરાજીઓ અને પારસીઓની હતી
તે વખતે એક જાતની નિરાંત હતી.મોકળાશ હતી કોઈને કોઈ જાતની ઉતાવળ હતી જ નહી.શાંતિ આનંદ ઉલ્લાસ ચારેબાજુ હતી બધા સુરતીઓ હળીમળીને રહેતા હતા.સવારે ઉઠીને ઓટલા પર બેસીને બાવળના દાતણથી દાતણ પુરી ૩૦ મિનિટ ચાલતું હતું દાતણનો અવાજ બીજા ૫ ઘર સુધી સંભળાતો હતો.ઓટલાઓ હવે દેખાતા બંધ થઈ ગયા છે બાવળ પણ ગયા આધુનિક ટૂથપેસ્ટ આવી ગઈ છે વહેલી સવારે પેપરની રાહ જોવાતી હતી ગણતરીના પેપર આવતા હતા મોબાઈલ હતા નહી
પછી નાહીધોઈને શાકભાજી દૂધ લેવા જવાનું હોય રસ્તામાં ખમણ ભજીયા સેવખમણનો નાસ્તો અચૂક કરવામાં આવતો ચટણી મરચાની બોલબાલા હતી
બપોરે બરાબર બારના ટકોરે ભોજન કરી લેવામાં આવતું હતું સાંજે ૮ વાગે રાતનું ભોજન કરી લેવામાં આવતું હતું ભોજનમાં દાળ ભાત શાકભાજી રોટલી મિસ્ટાન્ન રહેતા હતા જમીને ઓટલા પર ગપ્પા મરાતા હતા આખા દિવસનો થાક ઉતરી જતો હતો દીકરીઓ મહિલાઓને મોડી રાત સુધી રખડવાની મંજૂરી મળતી નહોતી બધા સુખ ચેન આરામથી રહેતા હતા.
બોલચાલમાં પણ આપની અસલ સુરતી ખોવાઈ ગઈ છે સુરત જ એક માત્ર શહેર હશે જ્યાં આખા દેશના બધા રાજ્યોની ભાષા બોલાતી હશે પણ સુરતી ધીમે ધીમે ગાયબ થઈ રહી છે એનો અફસોસ કોની આગળ કરવો?
સુરતનું મોઝીલાપણું રંગીલાપણું મસ્તી હસ્તી હવે તમને ક્યાય દેખાઈ છે ખરી?
એક વાતની બહુ ઊંડા દુઃખ સાથે નોંધ લેવી પડે છે કે મુળ સુરતીઓનો ક્યાય અવાજ નથી.મુળ સુરતીઓ લઘુમતીમાં આવી ગયા છે બધા જ ચાવીરૂપ હોદ્દાઓ પર પરપ્રાંતિયોની બોલબાલા છે. મુળ સુરત અને મુળ સુરતીઓ વિસરાઈ રહ્યા છે.