શિક્ષા

આપણે ત્યાં શિક્ષક અને શિક્ષણનું સ્તર ક્યારેય સુધરશે?

આપણે ત્યાં શિક્ષક અને શિક્ષણનું સ્તર ક્યારેય સુધરશે?

આપણે ત્યાં બજેટમા ક્યારેય પણ શિક્ષણ વિભાગને પૂરતું બજેટ ફાળવવામા આવતું નથી અરે શાળા કોલેજોના ઠેકાણા નથી પણ કાયમી શિક્ષકોની ભરતી કરવામા આવતી નથી વિધા. સહાયકો કે બીજા નામોથી શિક્ષકોનું છડેચોક શોષણ કરવામાં આવે છે
આપણા ગુજરાતની જ વાત કરીએ તો હાલની ૨૦૨૩ ની જ વાત કરીએ તો પ્રાથમિક શાળામાં મંજુર થયેલી શિક્ષકોની ૨૦૩૧૩૬માંથી આજની તારીખમા ૧૯ ૯૬૩ જગ્યાઓ આપના ગુજરાતમા જ ખાલી છે આખા. દેશમાં સાડા સાત લાખની આસપાસ શિક્ષકોની ભરતી કરવાની હજુ બાકી છે જ્યાં શિક્ષકોની વધુ જગ્યાઓ ખાલી છે એમાં બિહાર અને ઉત્તર પ્રદેશ મોખરે છે.
ગુજરાતમા શિક્ષકોની ભરતીની પ્રકિયા ચાલતી હોય છે પરંતુ એક તકલીફ એ આવે છે સરકારી નોકરી મેળવવા પહેલા ગ્રામ્ય વિસ્તારમા શિક્ષકની નોકરી મેળવી લેવાય છે પછી શહેરમાં બદલી માંગી લેવામાં આવે છે એટલે શહેરોની સરખામણીમા ગામડાઓમા શિક્ષકોની વધુ ઘટ પડે છે
આમાં પાછી બીજી એક મહત્વની વાત એ છે કે હાલમાં સરકારી ચોપડે ૩૯૨૧૪૮ શિક્ષિત બેરોજગાર અને ૨૦૫૫૬ અર્ધશિક્ષિત બેકારો મળી ૪ ૧૨ ૯૮૫ બેરોજગારો નોંધાયા છે બે વરસમાં માત્ર ૧૭૭૭ બેરોજગારોને નોકરી આપી શકાઈ છે
બજેટની કમીને કારણે શિક્ષણના અધિકાર આડે તકલીફ આવી રહી છે સ્કૂલના શિક્ષણ માટે જરૂરી સંસાધનો કરતા ઓછા સંસાધનોને કારણે શિક્ષણની ગુણવતાને સીધી અસર થાય છે.
સ્કૂલના શિક્ષણમા મોટો સુધારો જરૂરી છે દેશમાં શિક્ષણના સ્તરને સુધારી લેવાના મામલે તમામ સરકારો શિક્ષણશાસ્ત્રીઓ સંમત છે પણ અમલમાં કોણ લાવે? ઈચ્છાશક્તિનો અભાવ છે.
શિક્ષણમાં જુદા જુદા મુદ્દાઓ પર આજ સુધી કોઈ ચર્ચા કરવામા આવી નથી
શાળા સંચાલકો શિક્ષકો વાલીઓ શિક્ષણ શાસ્ત્રીઓ આચાર્યો આ અંગે ઊંડું ચિંતન મનન કરવા શ્રેણીબદ્ધ બેઠકો કરે સર્વસંમતિથી ક્યા ક્યા તકલીફો છે કઇ રીતે દુર કરી શકાય શિક્ષણનું સ્તર કઈ રીતે સુધારી શકાય એવા મુદ્દાઓ અલગ તારવી એની પર ચર્ચાવિચારણા કરી કોઈ ઠોસ નીતિ બનાવે કોઈ નક્કર આયોજન કરે પરિણામ સુધી કેવી રીતે અને ક્યારે પહોંચી શકાય એનો રોડમેપ બનાવે અમલમાં કાળજી રાખે તો કદાચ થોડો સુધારો શક્ય બને.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button