ક્રાઇમ

સચીન રેપ વીથ મર્ડર કેસ ઃ નરાધમને ફાંસીની સજા ફટકારતી કોર્ટ

સચીન રેપ વીથ મર્ડર કેસ ઃ નરાધમને ફાંસીની સજા ફટકારતી કોર્ટ
પાંચ માસ પૂર્વે કપલેથા ગામની બે વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરવાના કેસમાં મૃત્યુ દંડની સજા ફટકારતી સુરત અદાલત
સુરત : સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં પાંચ મહિના પહેલાં બે વર્ષની બાળકી સાથે થયેલા રેપ વિથ મર્ડરની ઘટનામાં સુરત સેશન્સ કોર્ટમાં બુધવારે મહ¥વનો ચુકાદો આપવામાં આવ્યો છે. બળાત્કાર બાદ હત્યા કરનાર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાતને સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.
૨૭ ફેબ્રુઆરીના રોજ ૧ વર્ષ અને ૯ મહિનાની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ઘટના બની હતી. આ કેસમાં બે દિવસ પહેલાં જ સુરતની સેશન્સ કોર્ટે નરાધમ આરોપી યુસુફ ઇસ્માઈલને દોષિત જાહેર કર્યો હતો. જ્યારે આજે કોર્ટે ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. સેશન્સ કોર્ટના છઠ્ઠા એડિશનલ જજ એસ.એન. સોલંકીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. ૨૩ વર્ષના નરાધમ ઈસ્માઈલે બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. ઈસ્માઈલ બાળકીના પિતાનો મિત્ર હતો.
ઈસ્માઈલ બાળકીને અવારનવાર રમાડવા લઈ જતો હતો. રમાડવાના બહાને યુસુફ બાળકીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કરી બાળકીની હત્યા કરી હતી. ઈસ્માઈલે બાળકીના શરીર પર અલગ અલગ જગ્યાએ ઈજા પહોંચાડી હતી અને પેટના ભાગે છરી મારી હતી. ઈસ્માઈલે પોતાના મોબાઈલમાં બાળકીના નાભિના ભાગને કઈ રીતે ડેમેજ કરાઇ તેના વીડિયો પણ જોયા હતા.
ગત સુનાવણીમાં સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સચિનના કપલેથા ગામે ૧ વર્ષ અને ૯ મહિનાની બાળકી પર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાતે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ તેની હત્યા કરી હતી. એટલું જ નહીં, બાળકીના શરીરના ભાગે ઈજા પહોંચાડી હતી તેમજ તેના પેટના ભાગે બચકા ભરી ઈજા પણ પહોંચાડવામાં આવી હતી. આ કૃત્ય બાદ આરોપી બાળકીની લાશને ફેંકીને ભાગી ગયો હતો. પોલીસે આ આરોપીને ૨૮ ફેબુઆરીના રોજ ઝડપી પાડ્‌યો હતો. આ કેસમાં ટૂંક સમયમાં જ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.
સરકારી વકીલે આ કેસને કોર્ટમાં રેરર ઓફ ધ રેર કેસ ગણવા માટે દલીલમાં મચ્છીસિંહના કેસનું ઉદાહરણ મૂકવામાં આવ્યું હતું. કોર્ટમાં આરોપીની ક્રૂર માનસિકતા ઉજાગર કરવામાં આવી હતી, જેમાં ભોગ બનનારની ઉંમર અને તે નિઃસહાય હાલતમાંથી એ બતાવવામાં આવ્યું. તેની ઉપર જે ઇજાઓ પહોંચાડવામાં આવી છે એ કોર્ટમાં દર્શાવવામાં આવી હતી. આરોપીએ આ જ પ્રકારનું કૃત્ય અગાઉ પણ એક મહિલા સાથે કર્યું હતું એ બતાવ્યું હતું.
સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં ગત ૨૭ ફેબ્રુઆરીના રોજ ખૂબ જ હચમચાવી અને રુવાંટાં ઊભાં કરી દેતી ઘટના સામે આવી હતી. એક વર્ષ અને નવ મહિનાની માસુમ બાળકી સાથે વિધર્મી યુવકે બળાત્કાર કરી ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે આરોપી ૨૩ વર્ષીય ઈસ્માઈલ યુસુફ હજાતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પોલીસે ઝડપી ચાર્જશીટ રજૂ કરી કેસની કાર્યવાહી શરૂ કરી હતી.
આ બનાવના ૫ મહિનામાં જ આ કેસની ન્યાયિક કાર્યવાહી સુરતના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ સકુંતલાબેન સોલંકી સાહેબની કોર્ટમાં ચલાવવામાં આવી હતી. ત્યારે ગત સુનાવણીમાં આરોપીને ઇન્ડિયન પીનલ કોડ કલમ ૩૦૨, ૩૬૩, ૩૬૬, પોસ્કો એક્ટ ૩૭૬, એ,બી, ૩૭૭ વગેરે કલમ હેઠળ દોષિત જાહેર કરાયો હતો. આરોપીને દોષિત જાહેર થયા બાદ સજા અંગે આજે દલીલો કરવામાં આવી હતી, જેમાં આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણવામાં આવે, જેથી આરોપીને મહત્તમમાં મહત્તમ ફાંસીની સજા થાય એની માગણી સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે. જેને આધારે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.
આ ઉપરાંત આવું જઘન્ય કૃત્ય કર્યા પછી પણ તેને કોઈ જ પસ્તાવો નથી એ કોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. તેની પોતાની એક બહેન હોવા છતાં અન્યની બહેન-દીકરી ઉપર આ પ્રકારનું કૃત્ય કર્યું છે. સરકાર તરફ આ કેસને સાબિત કરવા માટે કોર્ટમાં ૪૯ જેટલા મૌખિક સાક્ષીઓ અને પુરાવા રજૂ કરવામાં આવ્યા તેમજ ૭૦થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આરોપીના મોબાઇલમાંથી ૨૦૦થી વધુ અશ્લીલ વીડિયો અને ફોટા મળી આવ્યા હતા એ પણ તેની માનસિકતા દર્શાવવા રજૂ કરાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button