દેશ

નવી પેઢી અને જુની પેઢી વચ્ચે ક્યાં તફાવત રહેલો છે?

એક યુવાને તેના પિતાને પૂછ્યું કે પપ્પા તમે લોકો પહેલા કેવી રીતે રહેતા હતા?

ના કોઈ ટેક્નોલોજી હતી .

કાર કે પ્લેન પણ નહોતા.

ઇન્ટરનેટ પણ હતું નહી

કોમ્પ્યુટર પણ હતું નહી

મોલ હતા જ નહી

કલર ટી.વી.પણ નહોતા.

મલ્ટીપ્લેક્સ સિનેમા હતું નહી

સારી હોટલો રેસ્ટોરન્ટ પણ હતા નહી

સારા બ્રાન્ડડેડ કપડાં પણ હતા નહી

બહાર કે હિલસ્ટેશન પર ફરવા જવાનું પણ નહી

પિતાએ થોડીવાર વિચાર કર્યો પછી જવાબ આપ્યો

અમને પણ આજે નવાઈ લાગે છે કે તમારી નવી પેઢી આજે કેવી રીતે જીવે છે?

તમે કોઈ પ્રાર્થના કરતા નથી

કોઈને માન સન્માન આદર આપતાં નથી

કોઈ પર દયાભાવ કે કરુણા રાખતા નથી

કોઈની ઈજ્જત કરતા નથી

તમારો મોટો પરિવાર નથી

તમને કોઈ જાતની લાજ શરમ જેવું કઈ છે જ નહી

નમ્રતા કે વિવેક જેવું કશું શીખ્યા જ નથી

તમારી પાસે તમારા સમયનું કોઈ આયોજન નથી

તમને શેરી રમતો વિશે કોઈ જાણકારી નથી

તમને રમતગમતમા કઈ રસ નથી તમને વાંચનમા કોઈ રસ નથી

તમને કોઈને ખેતીકામ આવડતું નથી

શિક્ષકો ગુરુ પ્રત્યે કોઈ આદર અહોભાવ નથી

અમે રમતી વખતે કે સાયકલ ચલાવતી વખતે ક્યારે હેલ્મેટ પહેરી નહોતી

શાળા. પછી અમે સાંજ સુધી રમતા હતા અમને ક્યારેય ટી વી.જોવાની જરૂર પડી નથી

અમે સાચા મિત્રો સાથે રમ્યા.ઇન્ટરનેટ મિત્રો સાથે નહી

જો અમને તરસ લાગે તો અમે નળનું પાણી પીધું બોટલનું પાણી નહી

અમે ચાર પાંચ મિત્રો સાથે એક જ ગ્લાસમાં પાણી પિતા હોવા છતાં અમે ક્યારે બીમાર થયા નથી.

અમારું વજન ક્યારે વધ્યું નથી કારણકે અમે રોજ રોટલો દહીં અથાણું ખાતા હતા.

ખુલ્લા પગે ફરવા છતાં અમારા પગને કઈ થયું નથી કાંટા અમારાથી. દુર રહેતા હતા

મગફળી ગોળ બાજરાનો ઘઉનો પોક મકાઈના ડોડા અને ક્યારેક શેરડીનો સાઠો એટલે બસ ઘણું બધું મળ્યું

અમે અમારા પોતાના રમકડાં બનાવતા અને તેની સાથે રમતા ધૂળમાં રેતીમાં દેશી રમતો રમતા વાગે તો કાળી માટી લગાવી દેતા દુઃખદર્દ ગાયબ

અમારા માતાપિતા શ્રીમંત નહોતા તેઓએ અમને પ્રેમ અને સંસ્કાર આપ્યા દુન્યવી ભૌતિક સાધન સામગ્રી નહી

અમારી પાસે ક્યારેય સેલફોન ડી.વી ડી.પ્લે સ્ટેશન એક્સબોક્ષ વિડિઓ ગેમ્સ પર્સનલ કોમ્યુટર ઇન્ટરનેટ ચેટ નહોતા પણ અમારે સાચા મિત્રો હતા તે અમારા માટે નેટવર્કનું કામ કરતા હતા

અમે અમારા મિત્રોના ઘરની બોલાવ્યા વગર મુલાકાત લીધી અને તેમની સાથે ભોજનનો આનંદ માન્યો

તમારી દુનિયાથી વિપરીત અમારે નજીકમાં રહેતા સંબંધીઓ હતા જેથી કુટુંબનો સમય અને સંબધો એક સાથે માણવા મળતા હતા મામાં માસી ફઈનો પ્રેમ જોવા તમારે એક પેઢી આગળ જન્મ લેવાની જરૂર હતી

અમે ભલે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં હતા પણ તમને એ ફોટામાં રંગીન યાદો જોવા મળશે અમે હવે અમે તમારા માટે કલર ઝેરોક્ષ છીએ

અમે એક અનોખી અને સૌથી વધુ સમજદાર પેઢી છીએ કારણકે અમે એવી છેલ્લી પેઢી છીએ જેમને તેમના માતાપિતાનું નતમસ્તક સાંભળ્યું છે

અમે એવા લોકો છીએ જેઓ હજુ પણ વધુ સ્માર્ટ છીએ અને તમને તે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં મદદ કરી રહ્યા છે જે અમે તમારી ઉંમરના હતા ત્યારે ક્યારેય અસ્તિત્વમા જ નહોતું જોયું જ હતું અમે હરતીફરતી યુનિવર્સિટી છીએ તમે ધરાઈ જશો અમારામાંથી લેવાય એટલો ફાયદો લઈ લો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button