શિક્ષા

આપણે ત્યાં શિક્ષણનું મહત્વ ક્યારે વધશે?

આપણે ત્યાં શિક્ષણનું મહત્વ ક્યારે વધશે?

આપણે ત્યાં જ્યાં સુધી શિક્ષણ સરકારના હાથમાં હતું ત્યાં સુધી ઠીક હતું પણ જ્યારથી ખાનગી શાળા કોલેજોનો રાફડો ફાટ્યો છે ત્યારથી બધું ચકાચક છે પણ શિક્ષણ ખોવાઈ ગયુ છે .
શાળા કોલેજોમાં જ્યાં સુધી વિદ્યાર્થીઓને શિસ્ત એકતા ભાઈચારો દેશપ્રેમ સ્વાવલંબન પરોપકાર દયા કરુણાના પાઠો ભણાવવામાં આવશે નહી ત્યાં સુધી એમ.એ.કે બી.એ .કે એલ એલ બી ની ડિગ્રીની કોઈ વેલ્યુ નથી .કોઈ અર્થ નથી
આપણે શિક્ષણને પાઠ્યપુસ્તકો પૂરતું મર્યાદિત બનાવી દીધું છે .શિક્ષણમાં અભ્યાસ સીવાય કલા કૌશલ્ય હુન્નર સંસ્કૃતિ સંસ્કારને જોડવા પડશે શિક્ષણ સુસ્ત થઈ ગયું છે એમાં જાન ફૂંકવી પડશે.
આજનું શિક્ષણ માત્ર સરકારી નોકરી પૂરતું મેળવવાનો કોઈ મતલબ છે ખરો?
મધ્યમ વર્ગના પરિવારના યુવકો 25 હજાર પગાર મેળવવા જ ભણે છે .શિક્ષણ મૂલ્યનિષ્ઠ સંસ્કારયુક્ત અને સદગુણોયુક્ત હોવું જોઈએ માત્ર પુસ્તકીયાં શિક્ષણથી શિક્ષણનું પતન થાય છે
સારા અભ્યાસથી આપણા જીવનમાં પુખ્તતા આવશે શાણપણ ડહાપણ આવશે સવાલોને સારી રીતે સમજવાની શક્તિ ખીલી ઉઠશે.
શિક્ષણ કામધેનુ સમાન છે શિક્ષણ કલ્પવૃક્ષ છે બધા જ દાનોમાં વિદ્યાદાન ઉત્તમ છે શિક્ષણ વિવેક શીખવે છે પ્રમાણભાન શીખવે છે
બધું જ વાંચવું બધું જ યાદ રાખવું કોઈ કાલે શક્ય જ નથી બે ચાર સારા વિચારોને પકડી રાખી એને ઇમાનદારીથી અનુસરો કઈક પ્રગતિ અવશ્ય થશે અઆગળ કઈ ઝળહળતું મળશે જ
શિક્ષણનો મતલબ ચારિત્ર્ય ઘડતર અને ચારિત્ર્યનિર્માણનું છે તમારું મન લોંખડી બનાવે તમારામાં આત્મવિશ્વાસ જગાડે તમારી આંતરિક શક્તિઓ બહાર લાવે તમને નિખારે એ શિક્ષણ કહેવાય ચારિત્ર્ય પર આજે આપણે બહુ ધ્યાન આપતા નથી સારું નેક ચારિત્ર્ય સારું વાતાવરણ ઉભું કરે છે .
જયા સુધી શિક્ષણ સામાન્ય માણસની પહોંચની બહાર છે ત્યાં સુધી દેશની વિકાસ કોઈ દિવસ થવાનો નથીં
લોખડનો એક ટુકડો વેચો તો 50 રૂપિયા મળે એ જ ટુકડાની ઘોડાની નાળ બનાવીને વેચો તો 500 રૂપિયા આવે એ જ ટુકડાની ઘડિયાળની ઝીણી ઝીણી કમાન બનાવો તો 25 હજાર ઊપજે
શિક્ષણનું પણ આવું જ છે જેટલું ઘડતર ચણતર થશે એટલું વધારે કામ લાગશે એમાં પાછું તમારી કલા કૌશલ્ય હુન્નરને ઉમેરી જુવો સોનામાં સુગંધ ભળશે.
શિક્ષણનું મહત્વ દિવસે દિવસે વધશે માટે સમજી જાવ હજુ સમય છે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button