લોક સમસ્યા

દર વરસની એકની એક સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ કેમ લવાતો નથી?

દર વરસની એકની એક સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ કેમ લવાતો નથી?

દર વરસે ચોમાસામાં હેરાન પરેશાન થવું પડે છે. એકની એક રામાયણ દર વરસે થાય છે વહીવટી તંત્રને ખબર હોય છે પ્રજાને પણ ખબર હોય છે બધા બધું જ જાણતા હોય છે છતાં આમ દર વરસે થાય. છે કોઈ કાયમી નિકાલ લાવવાનો પ્રયત્ન થતો નથી.કોઈ આ સમસ્યા કેવી રીતે દુર કરી શકાય કાયમી શાંતિ કેમ થાય એ વિશે જરા પણ વિચાર કરતું નથી.
દરેક ચોમાસામા ગેરવહીવટ અફરાતફરી સામાન્ય થઈ ગઈ છે
ચારે તરફથી અવયવસ્થા નજરે પડે છે.
ગયા વરસના ચોમાસામા બનેલી ઘટનામાંથી કોઈ બોધપાઠ લેવામાં આવતો નથી.એટલે જ માત્ર બે કે ચાર ઈંચ વરસાદમાં આખુ શહેર જળબંબાકાર થઈ જાય છે પાણી ભરાઈ જાય છે.રોડ બેસી જાય છે રોડ પર મોટા મોટા ખાડાઓ પડી જાય છે પાર્ક થયેલી ગાડીઓમાં પાણી ઘુસી જાય છે ગાડીઓ બંધ થઈ જાય છે અવરજ્વર કેમ કરવી?
ગૃહિણીઓને શાકભાજી અને ઘરનો કરિયાણા સામાન લેવા જવામાં મુશ્કેલી આવે છે તકલીફોનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓને શાળાકોલેજ જવામાં પારાવાર તકલીફોનો સામનો કરવો પડે છે નોકરી વેપાર કે કામધંધા પર કેમ જવુ એ એક યક્ષપ્રશ્ન બની રહે છે.
વરસાદી પાણીના ભરાવવાને કારણે ટ્રાફિક જામ થઈ જાય છે મોંઘા પેટ્રોલ ડીઝલનો ધુમાડો થાય છે સમય બરબાદ થાય છે કેટલીક જગ્યા પર એક્સીડેન્ટ પણ થાય છે કેટલીક જગ્યા પર બોલચાલ મારામારી પણ થઈ જાય છે
નવાઈની વાત એ છે કે આવી ઘટનાઓ આપણાંમા ગુસ્સો અને ક્રોધ લાવી દે છે પણ થોડી વારમાં સોડાના ઉભરાં જેમ બધું બેસી જાય છે
આપના ખરાબ બુનિયાદી માળખાઓ વહીવટીતંત્રની ઘોર બેદરકારીની ટીકા કરી પ્રજા કંટાળી ગઈ છે આમાં બીજું શું કરી શકાય?
આપણી જવાબદાર સંસ્થાઓ કેટલી તૈયારી કરે છે કેટલું આગોતરું આયોજન કરે છે કઈ કરતી જ નથી માત્ર કાગળ પર ઘોડા દોડવાય છે ફિલ્ડમાં કોઈ દેખાતું જ નથી ગટરોની આગળથી સફાઈ થતી નથી કચરો કાઢી માટી ધૂળ રેતી કાઢવામાં આવતી નથી એટલે જ જરા વરસાદમાં પાની ભરાઈ જાય છે
મોટા ભાગના નાળાઓ નાલીઓ ગટરો વરસો જુની છે બહુ જ જુની ડ્રેનેજ સિસ્ટમ છે જે કઈ કામની જ નથી બીજું આપણામાંના કેટલાક હોશિયાર એમાં કચરો બાટલા બાટલી કપડાના ડૂચા ભંગાર કેમિકલવાલુ પાણી ઉદ્યોગોનો કચરો પાણી એમાં નાખી દે છે જેથી આ સમસ્યા વધુ વિકરાળ બને છે.
આ નાળાઓ પર્યાવરણને બહુ મોટુ નુકસાન કરે છે ખેતીને પણ પાકને પણ બગાડી દે છે જેથી ખેડૂતોને બહુ મોટો આર્થિક ફટકો પડે છે.
ક્યા સુધી પાણી ભરાવવાથી. અસરગ્રસ્ત થયેલાઓને શાળામાં આશરો આપવો પડશે? ક્યા સુધી ફૂડપેકેટ ખવડાવતા રહીશું?
ક્યા સુધી ઘરબાર છોડતાં રહેવું પડશે?
તમારી પાસે આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ છે ખરો?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button