મુંબઈ સેન્ટ્રલમાં સ્થિત વૉકહાર્ટ હોસ્પિટલ્સ દ્વારા વલસાડ (ગુજરાત) ખાતે સુપર સ્પેશિયાલિટી ઓપીડી લૉન્ચ કરવામાં આવ્યું
મુંબઈ સેન્ટ્રલમાં સ્થિત વૉકહાર્ટ હોસ્પિટલ્સ દ્વારા વલસાડ (ગુજરાત) ખાતે સુપર સ્પેશિયાલિટી ઓપીડી લૉન્ચ કરવામાં આવ્યું
વલસાડ, ૧૧ જુલાઈ ૨૦૨૪ : મુંબઈ સેન્ટ્રલમાં સ્થિત વૉકહાર્ટ હોસ્પિટલ્સ જે આરોગ્યની સંભાળ માટે શોધખોળ અને દર્દી-કેન્દ્રિત સારસંભાળ માટે અગ્રણી નામ છે, તેઓ વલસાડમાં તેમના સુપર સ્પેશિયાલિટી આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD)ના ઉદ્ધાટન ઉદ્ઘાટનની ગર્વભેર જાહેરાત કરે છે. આ વ્યૂહાત્મક વિસ્તરણનો હેતુ અદ્યતન તબીબી સેવાઓને વલસાડના રહેવાસીઓની વધુ નજીક લાવવાનો છે.
સુલભતા અને સગવડ સુનિશ્ચિત કરવા માટે, મુંબઈ સેન્ટ્રલમાં સ્થિત વૉકહાર્ટ હોસ્પિટલ્સ વલસાડમાં બે મુખ્ય સ્થાનો પર તેના ઓપીડી (OPDs)નું સંચાલન કરશે:
પારડી હોસ્પિટલ: રાષ્ટ્રીય ધોરીમાર્ગ (N.H) નંબર 48, કિલ્લા પારડી – 396125, વલસાડ
ઝેનિથ ડૉક્ટર હાઉસ: આદર્શ હોસ્પિટલ, પ્રાઇવેટ લિમિટેડ, હાલાર રોડ, વલસાડ – 396001
સુપર સ્પેશિયાલિટી ઓપીડી આરોગ્યની સારસંભાળ માટેની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે વિશિષ્ટ સેવાઓની વ્યાપક શ્રેણી પ્રદાન કરશે. દર્દીઓ નીચેના મુખ્ય ક્ષેત્રોમાં નિષ્ણાતની સલાહ અને અદ્યતન સારવારના વિકલ્પોનો લાભ લઈ શકે છે:
લિવર ટ્રાન્સપ્લાન્ટ (યકૃતનું પ્રત્યારોપણ): લિવરની સંભાળમાં પોતાની કુશળતા માટે પ્રખ્યાત, મુંબઈ સેન્ટ્રલમાં સ્થિત વૉકહાર્ટ હોસ્પિટલ્સ એવા દર્દીઓ માટે અદ્યતન ઉકેલો અને વ્યક્તિગત સારસંભાળ લાવે છે, જેમને લિવર ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત સેવાઓની જરૂર છે. મુંબઈ સેન્ટ્રલમાં સ્થિત વૉકહાર્ટ હોસ્પિટલ્સના સિનિયર કન્સલ્ટન્ટ – લિવર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ તેમજ સાઉથ એશિયન લિવર ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક એવા પ્રોફેસર ડૉ. ટોમ ચેરીયન અને તેમની ટીમના જાણીતા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડૉ. શુભમ જૈન આ સ્પેશિયાલિટીની દેખરેખ કરે છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટ (મૂત્રપિંડનું પ્રત્યારોપણ): રેનલ (મૂત્રપિંડ સંબંધી) સારસંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરીને, સુપર સ્પેશિયાલિટી ઓપીડી કિડનીના રોગ ધરાવતા દર્દીઓ માટે વ્યાપક તપાસ, ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ અને ટ્રાન્સપ્લાન્ટ પછીની સંભાળ પૂરી પાડશે. જાણીતા નેફ્રોલોજિસ્ટ ડૉ. નિખિલ ભસીન આ સ્પેશિયાલિટીની દેખરેખ કરે છે.
કાર્ડિયોવેસ્ક્યુલર અને થોરાસિક સર્જરી (CVTS): કાર્ડિયાક અને થોરાસિક પ્રક્રિયાઓમાં પોતાની નિપુણતા માટે જાણીતી, મુંબઈ સેન્ટ્રલમાં સ્થિત વૉકહાર્ટ હોસ્પિટલ્સ MICAS (મિનિમલી ઇન્વેસિવ કાર્ડિયાક સર્જરીમાં કુશળતા સાથે હૃદયની જટિલ પ્રક્રિયાઓ માટે અત્યાધુનિક ઇન્ટરવેન્શન ઑફર કરે છે. પ્રખ્યાત કાર્ડિયાક થોરાસિક સર્જન ડૉ. ગુલશન રોહરા આ સ્પેશિયાલિટી ની દેખરેખ કરે છે.
ડાયાબિટીસ માટે સર્જરી: ડાયાબિટીસ માટે અદ્યતન કાળજીની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, ઓપીડી ડાયાબિટીસના દર્દીઓ માટે જીવનની ગુણવત્તા વધારવા માટે વિશિષ્ટ સર્જિકલ સોલ્યુશન્સ પ્રદાન કરશે. અગ્રણી બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જન, ડો. રમણ ગોયલ, આ ક્ષેત્રના નિષ્ણાત છે.
ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી: ઇમેજિંગ ટેક્નોલૉજી અને મિનિમલી ઇનવેઝીવ પ્રોસિઝર્સમાં (સૌથી ઓછી આક્રમક પ્રક્રિયાઓમાં) નવીનતમ પ્રગતિનો લાભ લઈને, વૉકહાર્ટ હોસ્પિટલ્સ મુંબઈ સેન્ટ્રલ તેના નિષ્ણાત ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ્સ મારફતે ચોક્કસ નિદાન અને થેરાપેટિક ઇન્ટરવેંશન્સ (થેરપી મુજબ હસ્તક્ષેપ કરવો) પ્રદાન કરે છે. ડૉ. ધારવ ખેરડિયા કે જેઓ એક કુશળ ન્યુરો અને વેસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ છે, તેઓ આ સ્પેશિયાલિટીનું નેતૃત્વ કરે છે.
ફંક્શનલ ન્યુરોસર્જન: ન્યુરોલોજિકલ ડિસઓર્ડર (રોગ/વિકાર) માટે વ્યાપક સારસંભાળ પૂરી પાડતું, ન્યુરોસાયન્સ વિભાગ પાર્કિનસન (કંપવા), હલનચલનમાં સમસ્યાઓ, મગજ અને નર્વસ સિસ્ટમને અસર કરતી પરિસ્થિતિઓ માટે અદ્યતન નિદાન અને ઉપચારાત્મક વિકલ્પો પ્રદાન કરે છે. જાણીતા ન્યુરોસર્જન ડૉ. મનીષ બલ્દીયા આ સ્પેશિયાલિટીની દેખરેખ કરે છે.
ડૉ. એમ.એમ. કુરેશી, પારડી હોસ્પિટલ (વલસાડ)નું કહેવું છે, “લિવર, કિડની, કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, ડાયાબિટીસ, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી અને ફંક્શનલ ન્યુરોસર્જરી માટે વિશિષ્ટ ઓપીડી સેવાઓ શરૂ કરીને, અમે અમારા સમુદાય માટે આરોગ્યની સારસંભાળની પહોંચ વધારવા અને આરોગ્ય માટેના પરિણામો સુધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યાં છીએ. આ સુવિધાઓ અમારા રહેવાસીઓની આરોગ્ય માટેની વધતી જતી જરૂરિયાતોને પૂરી કરીને જરૂરી પ્રારંભિક નિદાન અને અદ્યતન સારવારના વિકલ્પો પ્રદાન કરશે.”
વલસાડ અને વાપી જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રદૂષણ, જીવનશૈલીમાં બદલાવ અને વધતા દીર્ઘકાલીન રોગને કારણે લિવર, કિડની, કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, ડાયાબિટીસ અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી માટે વિશિષ્ટ ઓપીડી સેવાઓની અત્યંત આવશ્યકતા છે. આરોગ્યની સારસંભાળ માટેની વર્તમાન સુવિધાઓ આ માંગણીઓને પૂરી કરવા માટે અપર્યાપ્ત છે. વિશિષ્ટ ઓપીડી સેવાઓનું વિસ્તરણ, નિયમિત આરોગ્ય શિબિરોનું આયોજન અને જનજાગૃતિ વધારવી એ આ વિસ્તારોમાં વહેલા નિદાન, સારવાર અને આરોગ્ય માટેના એકંદર પરિણામોને સુધારવા માટે મહત્વપૂર્ણ છે. આ રીતે, સુપર સ્પેશિયાલિટી ઓપીડીની સ્થાપના, મુંબઈ સેન્ટ્રલ સ્થિત વૉકહાર્ટ હોસ્પિટલ્સના આરોગ્યસંભાળના ધોરણોને પુનઃવ્યાખ્યાયિત કરવા અને અદ્યતન તબીબી કુશળતા વડે સમુદાયોને સશક્ત બનાવવાના લક્ષ્યની ફરી પુષ્ટિ કરે છે.
મુંબઈ સેન્ટ્રલમાં સ્થિત વૉકહાર્ટ હોસ્પિટલ્સના કેન્દ્રના વડા ડૉ. વીરેન્દ્ર ચૌહાણે આ શરૂઆત માટે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, “અમે આરોગ્યસંભાળ માટેની અમારી વિશિષ્ટ સેવાઓને મહાનગરોની સીમાઓથી આગળના પ્રદેશોમાં લઈ જવા માટે પ્રતિબદ્ધ છીએ. વલસાડમાં સુપર સ્પેશિયાલિટી ઓપીડીનું ઉદ્ઘાટન જરૂરિયાતવાળા દર્દીઓને સુલભ, ઉચ્ચ-ગુણવત્તાવાળી સારસંભાળ પૂરી પાડવા માટેનું અમારું સમર્પણ દર્શાવે છે.”