આરોગ્ય

“વર્લ્ડ સ્ટ્રોક ડે” નિમિતે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આયોજિત પેનલ ડિસ્કશનમાં અવેરનેસ અંગે ભાર મૂકવામાં આવ્યો

રાજકોટ : 29 ઓક્ટોબરને “વર્લ્ડ સ્ટ્રોક ડે” તરીકે ઉજવવામાં આવે છે. દરેક વર્ષે વિશ્વમાં સ્ટ્રોક આવવાની સમસ્યા વધતી જ જાય છે. આ એક સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાનો વિષય છે. આ વર્ષની વર્લ્ડ સ્ટ્રોક ડેની થીમ “ગ્રેટર ધેન સ્ટ્રોક એક્ટિવ ચેલેન્જ” છે. આ થીમ સ્ટ્રોકને રોકવા માટે શારીરિક પ્રવૃત્તિ અને સક્રિય આરોગ્ય સંભાળને પ્રોત્સાહિત કરવાના વૈશ્વિક અભિયાન સાથે સંરેખિત થાય છે.

આ ગંભીર સ્ટ્રોકથી બચવા માટે તમારી જીવનશૈલીમાં તમારે કેટલાક ફેરફાર કરવા જરુરી છે. તેના પ્રત્યે જાગૃતિ માટે જ દર વર્ષે “વર્લ્ડ સ્ટ્રોક ડે” મનાવવામાં આવે છે. ગંભીર સ્ટ્રોકની સમસ્યાથી બચવા માટે ડાયાબિટીસ, સ્થુળતા, હાઈ બ્લડ પ્રેશર અને હ્દય રોગ સંબંધિત સમસ્યાઓને નિયંત્રણમાં રાખવાની જરુર છે. તેવામાં હેલ્ધી લાઇફસ્ટાઇલ ખુબ જરુરી છે.  સ્ટ્રોક અંગે વધુ જાગૃતતા લાવવા અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં તેના નિવારણના ધોરણો અંગે વોકહાર્ટ હોસ્પિટલ્સ,રાજકોટના ડૉ. વિકાસ જૈન (કન્સલ્ટન્ટ- ઇન્ટરવેન્શનલ ન્યુરો રેડિયોલોજીસ્ટ અને પેરિફેરલ વેસ્ક્યુલર ઇન્ટરવેન્શનિસ્ટ) ડૉ. જીગરસિંહ જાડેજા (કન્સલ્ટન્ટ- બ્રેઈન & સ્પાઇન સર્જન, ડૉ.વિરલ વસાણી (કન્સલ્ટન્ટ- બ્રેઈન & સ્પાઇન સર્જન), એવધુ માહિતી આપી.

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટની ડોક્ટર્સ ટીમ જણાવે છે કે,  “સ્ટ્રોક એ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે. તેમાં લોહીના પુરવઠામાં વિક્ષેપ પડતા મગજને નુકશાન થાય છે. ચાલવામાં, બોલવામાં અને સમજવામાં તકલીફ થવી એ સ્ટ્રોકના લક્ષણો છે. હાથ, પગ કે ચહેરાનો લકવો અને નિષ્ક્રિયતા પણ સ્ટ્રોકના લક્ષણ છે. જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને આ સ્ટ્રોકથી બચી શકાય છે.”

પેરાલિસિસ-સ્ટ્રોકના લક્ષણ જણાય તો પ્રથમ ત્રણ કલાક ખૂબ જ મહત્ત્વના છે. દર્દીને જેટલી ઝડપથી સારવાર મળે તેટલી ઝડપથી તેની સાજા થવાની સંભાવના વધી જાય છે. સ્ટ્રોકના વધતા કેસ માટે મેદસ્વીપણું, બેઠાડું જીવન, બ્લડ પ્રેશર, હાઇપર ટેન્શન જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે.

એક મેડિકલ રિસર્ચ અનુસાર દેશમાં દર બે મિનિટે એક વ્યક્તિ સ્ટ્રોકથી મૃત્યુ પામે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા અનુસાર, કેન્સર પછી દેશમાં મૃત્યુનું સૌથી સામાન્ય કારણ સ્ટ્રોક છે. દર વર્ષે આ રોગના 18 મિલિયન કેસ આવે  છે. તેમાંથી 25 ટકા દર્દીઓની ઉંમર 40 વર્ષથી ઓછી હોય છે. સ્ટ્રોકના મુખ્ય કારણોમાં હાઈ બ્લડ પ્રેશર અને હવાનું પ્રદૂષણ પણ માનવામાં આવે છે.

સ્ટ્રોક વિશે લોકોમાં જાગૃતિનો અભાવ છે. ઘણા કિસ્સાઓમાં, દર્દીઓ ખૂબ મોડા હોસ્પિટલ પહોંચે છે. જ્યારે, આ રોગમાં દરેક મિનિટ મહત્વપૂર્ણ છે. એટલા માટે એ મહત્વનું છે કે લોકો લક્ષણો ઓળખે અને સમયસર સારવાર મેળવે.

વોકહાર્ટ હોસ્પિટલ્સમાં ન્યુરોસાયન્સ વિભાગ જટિલ ન્યુરોલોજિકલ અને ન્યુરોસર્જિકલ સમસ્યાઓ ધરાવતા દર્દીઓની સંભાળ લેવા માટે સુસજ્જ છે. સ્ટ્રોક, એન્યુરિઝમ અને મગજની અન્ય સ્થિતિઓ જેવી કે એપીલેપ્સી મેનેજમેન્ટ, આધાશીશી, મેમરી લોસ, પેરિફેરલ ન્યુરોપથી અને બોટોક્સ- સ્પેસ્ટીસીટી/હેમી ફેસિયાસ માટે મિનિમલી ઇંવેસ્ટિવ પ્રોસિજર દર્શાવતી એડવાન્સ કેર પૂરી પાડવા માટે હોસ્પિટલના નિષ્ણાતોની ટીમ સાથે મળીને કામ કરે છે.

વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ દ્વારા કાર્ડિયાક અવેરનેસને પ્રોત્સાહન આપવાના તેના ચાલુ પ્રયાસમાં તાજેતરમાં કાર્ડિયાક અરેસ્ટમાં પ્રાથમિક સારવાર માટે કટોકટી દરમિયાનગીરી પર લાઈવ ડેમોસ્ટ્રેશન હાથ ધરવામાં આવ્યું હતું.

વોકહાર્ટ હોસ્પિટલ્સની મલ્ટિડિસિપ્લિનરી ટીમ એપ્રોચ અમારા ન્યુરોલોજીસ્ટને કાર્ડિયોવેસ્ક્યુલર સર્જનો, ઓર્થોપેડિક સર્જનો, ઓપ્ટેમોલોજિસ્ટ અને ન્યુરોસર્જન સાથે મળીને કામ કરવા સક્ષમ બનાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button