અખિલ ભારતીય વાલ્મિકી મહાસભા ન્યુ દિલ્હી દ્વારા બારડોલી ખાતે વિશ્વ સફાઈ કામદાર મજદૂર દિવસ- ૨૦૨૩ની ઉજવણી કરાય.
અખિલ ભારતીય વાલ્મિકી મહાસભા ન્યુ દિલ્હી દ્વારા બારડોલી ખાતે વિશ્વ સફાઈ કામદાર મજદૂર દિવસ- ૨૦૨૩ની ઉજવણી કરાય.
અખિલ ભારતીય વાલ્મિકી મહાસભા ન્યુ. દિલ્હી દ્વારા બારડોલી ખાતે 31 જુલાઇ વિશ્વ સફાઈ કામદાર મજદૂર દિવસની બારડોલીના સ્થાનિક આગેવાન નવીનભાઈ સોલંકી તેમજ ઉમેશભાઈ મજલપુરિયાના સહયોગ થકી આ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ બાબુભાઈ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય સફાઈ કામદાર બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અખિલ ભારતીય વાલ્મિકી મહાસભાના ગુજરાત પ્રદેશ મહાસચિવ હેમંત હેમંતભાઈ તરસાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભવો તથા સફાઈ કામદાર બહેનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રસંગો અનુલક્ષીને રાષ્ટ્રીય સચિવ શશીકાંતભાઈ સોલંકી તેમજ રાષ્ટ્રીય સંગઠન સચિવ ઈશ્વરભાઈ સોલંકી દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ બાબુભાઈ ચૌહાણ એ વિશ્વ સફાઈ કામદાર મજદૂર દિવસની શુભકામના પાઠવી હતી. તેમજ સફાઈ કામદાર ભાઈઓ બહેનોના કાર્યની સરાહના કરી હતી તેમજ બાળકોને ભણાવવા ભાર પૂર્વક જણાવ્યું હતું. આ પ્રસંગે વાલ્મિકી સમાજને તમામ સફાઈ કામદાર બહેનો તથા ભાઈઓને પુષ્પગુચ્છ તથા સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા તેમજ નવા નિમાયેલ હોદ્દેદારો શશીકાંતભાઈ સોલંકી ,ઇશ્વરભાઇ સોલંકી માંડવી, હેમંતભાઈ તરસાડીયા નું રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ બાબુભાઈ ચૌહાણ દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. તેમજ અખિલ ભારતીય વાલ્મિકી મહાસભાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ બાબુભાઈ ચૌહાણને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી એમના કાર્યકાળ દરમિયાન થયેલ કામગીરીને સરાહના કરી તમામ હોદ્દેદારોએ બિરદાવી હતી. અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. અંતે આભાર વિધિ ઉમેશભાઈ મજાલપુરિયાએ કરી હતી.આ પ્રસંગે અખિલ ભારતીય વાલ્મિકી મહાસભાના ઇશ્વરભાઇ સોલંકી કડોદરા, દીપકભાઈ સોલંકી તેમજ બારડોલી વાલ્મિકી સમાજના સફાઈ કામદાર ભાઈઓ-બહેનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.