ધર્મ દર્શન
નહેરુ યુવા કેન્દ્ર સુરત અને ઓલપાડ વહીવટી તંત્ર દ્વારા યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો
સુરતઃ નેહરુ યુવા કેન્દ્ર સુરત અને વહીવટી વિભાગ ઓલપાડના સંયુક્ત ઉપક્રમે સ્તેનેશ્વર મહાદેવ મંદિર તેના ગામ ઓલપાડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગરૂપે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. જેમાં ગામના સરપંચ શ્રી,તલાટ, આશા વર્કર, આંગણવાડીની બહેનો, હેલ્થ વર્કર,સફાઈ કર્મચારી ,પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ નેહરુ યુવા કેન્દ્રના વોલેન્ટિયર અને ગામ લોકો હાજર રહ્યા હતા.આયોગ તાલીમના કોચ તરીકે કિશનભાઇ પટેલ હાજર રહી લોકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું. આ યોગ શિબિરમાં ૭૦ થી વધુ લોકો જોડાયા હતા.