Uncategorized

તમે કોઈ દિવસ ગામડાની સ્નેહભરી લાગણીભરી મહેમાનગતિ માણી છે?

 • તમે કોઈ દિવસ ગામડાની સ્નેહભરી લાગણીભરી મહેમાનગતિ માણી છે?
 • હમણાં એક સામાજિક પ્રસંગે એક ગામમાં જવાનું થયું.નાનું એવું ગામ માંડ 8/10 હજાર વસ્તી હશે.એક નવો અનુભવ થયો.
  આપણે જેના મહેમાન હોઈએ તેના કરતાં પાડોશીઓ શેરીવાલા તમારું વધારે સ્વાગત કરે આદર સત્કાર કરે .તમને જોઈને એ લોકો હરખપદુડા થઈ જાય .આખી દુનિયામાં તમને ક્યાંય ના મળે એવો આદર સત્કાર માન મહત્વ મળે
  ગામડાઓની એક ખાસ વિશેષતા જોવા મળી.આજુબાજુના ઘરો વચ્ચે ગજબ જબરદસ્ત એકતા જોવા મળી આપણે શહેરવાસીઓને ગામવાસીઓ પાસેથી એકતા સંપ ભાઈચારો શીખવાની ખાસ જરૂર છે
  આપણે જે ઘરમાં ગયા હોય ત્યાં આર્થિક સંકડામણ હોય પણ આપણે ખબર પડે નહી.આજુબાજુવાલા ચાર પાંચ જાતના શાકભાજીઓ આપી જાય વાડીના કુમળા તાજા શાકભાજી હોય એક પાડોશી છાસ આપી જાય બીજા પાડોશી ચોખ્ખું શુદ્ધ દુધ આપી જાય .આપણા ત્યાં શહેરોમાં એવા શુદ્ધ ચોખ્ખી છાશ દુધ શાકભાજી જોવા પણ મળતા નથી
  આપણે જાણે કોઈ વી.આઈ.પી.હોય એમ શેરીના પુરૂષો મહિલાઓ નાના બાળકો આપણી આજુબાજુ ગોઠવાઈ જાય.લાકડા પર શેકેલો રીગણાનો ઓળો બાજરીનો રોટલો તમે આરોગો તો તમને ફાઈવસ્ટાર હોટલના પકવાન પણ ફિક્કા લાગે .તમને આગ્રહ કરી કરીને ધરાઈને જમાડે તમને એક સમયમાં ચાર સમયનું પરાણે ખાવું પડે.એ લોકોનો આગ્રહ લાગણી હેત જોઈ ના કેવી રીતે પાડવી ?
  જમી લો એટલે હાથ ધોવાનું પાણી નેપકીન આવી જાય પીવાનું માટલાનું શીતળ ઠંડુ પાણી આવી જાય.બીજા ભાઈ તરત જ પાન માવા આવી જાય .
  અસલી અલોકીક અનુભવ વરસાદ પડે ત્યારે થાય.પહેલા તો ગામમાં લાઇટ ચાલી જાય .ઘનઘોર અંધારું હોય.ખુલ્લા આકાશમાં વીજળીનો ચમકારો ભલભલાના હાજા ગગડાવી દે વાદળોનો ગડગડાટ તમને શ્વાસ લેવાનું ભુલાવી દે .
  ધીમે ધીમે વરસાદ ચાલુ થાય ત્યારે વરસાદની ભીની માટીની સુગંધ જેણે માણી હોય તેને જ ખબર હોય આપણી કમનસીબી છે કે સિમેન્ટના જંગલોમાં રહેતા આપણે વરસાદમાં નહાવાનું ભુલી ગયા છે અરે કેટલાક તો વરસાદનું ટીપાથી પણ ડરે છે .રાતે ફળીયામાં કાથીના ખાટલા ઉપર ખુલ્લા વિશાળ આકાશ નીચે તારા જોવાની મજા બીજે ક્યાંય ક્યાંથી મળે?
  ગામડાના ઘરો કાચા પણ માણસો પાક્કા ખેલદિલ નિખાલસ સાફ મનના સેવાભાવી માણસો નેકદીલ ઇન્સાન ગામમાં જ જોવા મળે .
  એક વખત બે દિવસ માટે પણ ગામડાની મહેમાનગતિ માણવા જેવી ખરી.
  અબ્બાસભાઈ કૌકાવાલા
  સુરત

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button