એન્ટરટેઇનમેન્ટ

સુપરસ્ટાર અમીતાભ બચ્ચનનું નામ સુપ્રીમો કેવી રીતે પડ્યું?

અમિતાભ બચ્ચન વિશે શું લખી શકાય ? બધા જ બધુ જાણે છે .અમિતાભ પોતે ટ્વીટર પર અપડેટ આપતા રહે છે .અમિતાભની ફિલ્મ “શહેનશાહ ” નો ડાયલોગ લઈએ ” હમ આજ ભી જહાં ખડે હોતે હે લાઇન વહી સે શુરૂ હોતી હે”
એક જમાનામાં ટારઝન સુપરમેનની જેમ જ અમિતાભ પર દર મહિને કોમિક્સ બુક પ્રગટ થતી હતી તે વખતે અમિતાભની ફિલ્મ ” મી.નટવરલાલ ” નું ગીત ” મેરે પાસ આઓ મેરે દોસ્તો ” બાળકોમાં ખુબ જ લોકપ્રિય બન્યું હતું .તે વખતે પમ્મી બક્ષી દર મહિને અમિતાભ પર કોમિક્સ બુક પ્રગટ કરતા હતા.દર મહિને બુક માટે નવી વાર્તા નવી પટકથા જોઈએ તેથી ગુલઝાર સાહેબને સાથે લીધા.લગભગ 2 વરસ સુધી આ કોમિક્સ બુક પ્રગટ થઈ હતી .
બૉલીવુડના કોઇ હીરો પર કોમિક્સ બુક બને એ કદાચ એક માત્ર ઘટના હશે .અમિતાભની કોમિક્સ બુકને ધ એડવેન્ચર ઓફ અમિતાભ ” નામ આપવામાં આવ્યું હતું અંગ્રેજી ઉપરાંત હિંદીમાં પ્રગટ થતી આ બુક પર અનિતાભ કે કિસ્સે એમ લખાતું હતું.
અમિતાભની ફિલ્મ ” પુકાર” નું શુટિંગ ગોવામાં ચાલતું હતું .સેટ પર મસ્તી ધમાલ ચાલ્યા કરતી હતી અમિતાભ આવે એટલે બધા શાંત થઈ જતા હતા આ જોઈ ફિલ્મના બીજા હીરો રણધીરકપુર બોલતા કે લો સુપ્રીમો આ ગયે આ સુપ્રીમોને જ પછી અમિતાભનું સંબોધન બનાવી દેવામાં આવ્યુ. અમિતાભ સાચે જ બોલીવુડના સુપ્રીમો છે .80 વરસે પણ અમિતાભ ખુબ જ સક્રિય છે.લાગે છે સીનેરસિકોની દુવાથી બચ્ચન સાહેબ સદી પુરી કરશે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button