શિક્ષા

આહવા ખાતે નિ:શુલ્ક સમર સાયંસ કેમ્પ યોજાયો

આહવા ખાતે નિ:શુલ્ક સમર સાયંસ કેમ્પ યોજાયો
આહવા : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), ગાંધીનગર પ્રેરિત પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર – ડાંગ, આહવા દ્વારા તા. ૧૧ મે થી ૧૫ મે સુધી સમર સાયન્સ કેમ્પ આહવા ખાતે યોજાયો હતો.
આ સમર સાયન્સ કેમ્પમાં બાળકોને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે પ્રાયોગિક માર્ગદર્શન આપી બાળકોને ડ્રોન ચલાવતા શીખવાડવા સાથે રોબોટનું ડેમોસ્ટ્રેશન પણ કરી બતાવવામાં આવ્યું હતું. તેમજ વૈજ્ઞાનિક સિધ્ધાંત આધારીત “ફેન્ટાસ્કોપ” જેવા વિવિધ સાધનો બાળકો દ્વારા બનાવવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત બાળકોને માનવ શરીર અને આરોગ્ય વિજ્ઞાન વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. બાળકોએ હદયના ધબકારા જોવા માટેનું સાધન પોતે બનાવી પોતાના ધબકારા નિહાળ્યા હતા. તેમજ વૈધ્યકીય સાધનોની મદદથી વિધાર્થીઓએ પોતાનું બ્લડ પ્રેશર પણ માપ્યું હતું.
આ કેમ્પ દ્વારા વિધાર્થીઓંમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, પ્રયોગાત્મક અભ્યાસ અને નવી ટેકનોલોજી પ્રત્યે રસ વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યા હતાં. આ કેમ્પ દરમિયાન જરૂરી સાધન – સામગ્રી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આ સમર સાયન્સ કેમ્પના અંતે વિધ્યાર્થી અને વાલીઓની સંમતિ મળ્યા પછી મફત શૈક્ષણિક પ્રવાસ જિલ્લા વિજ્ઞાન કેંદ્ર તેમજ તિથલ દરીયાનું આયોજન કરવામા આવ્યુ હતુ.
આ સમગ્ર સમર કેમ્પનું સંચાલન કો-ઓર્ડીનેટર શ્રી રતિલાલ સુર્યવંશી દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button