રાજનીતિ
કોંગ્રેસ દ્રારા દેશમાં અરાજકતા ફેલાવવાના કાવતરા ના વિરોધ માં ભાજપ દ્વારા આજે રવિવારે સુરતમાં પદયાત્રા યોજશે : પ્રશાંત કોરાટ

- કોંગ્રેસ દ્રારા દેશમાં અરાજકતા ફેલાવવાના કાવતરા ના વિરોધ માં ભાજપ દ્વારા આજે રવિવારે સુરતમાં પદયાત્રા યોજશે : પ્રશાંત કોરાટ
- ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , પ્રદેશ ભાજપના મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંતભાઈ કોરાટ, શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ અને સંગઠનના સદસ્યઓ, શહેરના ધારાસભ્યઓ,સાંસદશ્રી સાધુ સંતો , પ્રબુદ્ધ નાગરિકો સહિતના અગ્રણીઓ આ પદયાત્રામાં જોડાશે
- ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગર દ્વારા આજે શહેર કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ નું આયોજનકરવામાં આવ્યું હતું.
- જેમાં ભાજપ ના ગુજરાત રાજ્ય ના મહામંત્રી શ્રી અને દક્ષિણ ઝોન ના પ્રભારી શ્રી પ્રશાંતભાઈ કોરાટ સાહેબ અને શહેર પ્રમુખ શ્રી પરેશ ભાઈ પટેલ સાહેબ શહેર મહામંત્રી શ્રી ઓ કરસનભાઈ ગોંડલિયા,શ્રી વિરલ ભાઈ ગિલિટવાળા દુર્ગા પ્રસાદ જી પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
- આ પત્રકાર પરિષદ ને સંબોધતા શ્રી પ્રશાંત ભાઈ કોરાટ સાહેબ એ જણાવ્યું હતું લોકસભા ના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્રારા ભ્રામક પ્રચાર કરી ને દેશ ના યુવાઓ ને ઉશ્કેરવાનું કામ કરે છે અને દેશ માં અરાજકતા ફેલાવા નું કામ કરે છે.
- તેના વિરોધ માં ભાજપ દ્વારા દેશ ભર માં 33 શહેરો માં પદયાત્રા નું આયોજન કરવામાં આવશે તેના ભાગરૂપે રાજ્ય માં સુરત,રાજકોટ, અમદાવાદ,અને વડોદરામાં પણ પદ યાત્રા નું આયોજન કરવામાં આવશે આ યાત્રા નું શ્રી ગણેશ સુરત શહેર થી કરવા માં આવશે અને લોકો ને કોંગ્રેસ દ્રારા જે ભ્રમિત કરવામાં આવે છે તેમાં ન ફસાવવા અપીલ કરવામાં આવે છે તેમને કોંગ્રેસ ના કેન્દ્ર ના નેતા રણદીપ સુરજેવાલ નું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે તાજેતર માં રણદીપ સુરજેવાલ રાજકોટ આવ્યા ત્યારે તેમણે લોકો ને ઉશ્કેરવા માટે બયાન આપ્યું હતું કે રાજકોટ માં ફક્ત 48 કલાક ચાલે તેટલુંજ પાણી છે પરંતુ તેમને ખબર નથી કે ગુજરાત ની પ્રજાહિત ની સરકાર સૌની યોજના હેઠળ બીજા ડેમ માંથી રાજકોટ ના આજી ડેમ માં પાણી ઠલવાય તેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે પરિષદ માં સંબોધન કરતા ભાજપ ના સુરત મહાનગર ના પ્રમુખ શ્રી પરેશ ભાઈ એ જણાવ્યું હતું કે આવતી કાલે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ના સંદેશ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ પદયાત્રા રવિવાર, તા. 25 ઓક્ટોબર 2026ના રોજ સાંજે 4:00 કલાકે અડાજણના પ્રાઇમ માર્કેટથી શરૂ થશે.અને પ્રેસિડેન્સી સર્કલ માછલી સર્કલ થઈ વરુણ હોસ્પિટલ થઈ ભૂલકાભવન શાળા પાસે પૂર્ણ થશે .
- આ પદયાત્રા માં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ ભાઈ વિશ્વકર્મા સાહેબ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ ગુજરાત વિધાનસભા ના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી સાહેબ, પ્રદેશ ના મહામંત્રી,શ્રી પ્રશાંતભાઈ કોરાટ સાહેબ, ભાજપા ના શહેર અધ્યક્ષ શ્રી પરેશ પટેલ સાહેબ, સંગઠન ના સદસ્યો શહેર ના સાંસદ શ્રી ધારાસભ્ય, કોર્પોરેટર સહિત ના અગ્રણીઓ સાધુ સંતો અને હજારો ની સંખ્યામાં કાર્યકર્તા ઓ અને 25 હજાર થી વધુ લોકો આ પદયાત્રા માં જોડાશે.
- આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ હાલ માં વિરોધ પક્ષો દ્વારા દેશ મેં ભ્રામક પ્રચાર કરી દેશ ને હિંસા માં ધકેલવાની કોશિશ ની સામે લોકશાહી મૂલ્યોનું રક્ષણ કરવા અને અરાજકતા સામે જનજાગૃતિ ફેલાવવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો છે.
- ભાજપ દ્વારા આ પદયાત્રા મારફતે લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.



