એન્ટરટેઇનમેન્ટ

‘દ્વાન પ્રોડક્શન’ની નવી ગુજરાતી ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર એનાઉન્સમેન્ટ

‘દ્વાન પ્રોડક્શન’ની નવી ગુજરાતી ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર એનાઉન્સમેન્ટ
૧૯ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ થશે રિલીઝ
ગુજરાત: ગુજરાતી સિનેમામાં ફરી એકવાર નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં હાલમાં જ શાનદાર મુહૂર્ત બાદ ચર્ચામાં આવેલી ‘દ્વાન પ્રોડક્શન’ (Dvaan Production) ની નવી ગુજરાતી ફિલ્મનું ટાઇટલ અને રિલીઝ ડેટ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. ‘ડ્રીમ યાત્રા ફિલ્મ્સ’ (Dream Yatra Films) ના એસોસિએશનમાં બની રહેલી આ રહસ્યમય અને રોમાંચક ફિલ્મનું નામ *કાળીચૌદસ’ રાખવામાં આવ્યું છે, જે ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં ધમાકેદાર રિલીઝ માટે તૈયાર છે. ગામડાંની લોકવાયકાઓ અને અંધશ્રદ્ધાની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મની કેચલાઇન “ગામની સીમમાં એક વાત આજે પણ થાય છે… કે ચાર રસ્તે કુંડાળા માંથી કાંઈ ના લેવાય નહિ તો વળગે: કાળીચૌદસ” — એ સોશિયલ મીડિયા પર દર્શકો અને સિનેપ્રેમીઓમાં અત્યારથી જ ભારે કુતૂહલ અને ઉત્સુકતા જગાડી દીધી છે.
આ મલ્ટીસ્ટારર ફિલ્મનું નિર્માણ દક્ષ એ. વાસુ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે જાણીતા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કશ્યપ કપટા જોડાયેલા છે. ફિલ્મમાં પ્રિયંકા વ્રજેશ જોશી, વંશ એ. વાસુ અને દીપ પટેલ સહ-નિર્માતાની જવાબદારી સંભાળી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન ધ્રુવ ગોસ્વામી કરી રહ્યા છે, જેઓ પોતાની અનોખી અને આગવી વિઝ્યુઅલ દ્રષ્ટિથી આ કથાને સિલ્વર સ્ક્રીન પર જીવંત કરશે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા લેખક અને અભિનેતા ચેતન દૈયા દ્વારા આ ફિલ્મની વાર્તા લખવામાં આવી છે, જેમના ધારદાર અને સસ્પેન્સથી સભર લેખનથી દર્શકોને એક યાદગાર સિનેમેટિક અનુભવ મળશે. આ સાથે ફિલ્મની વિઝ્યુઅલ ટ્રીટ અને સિનેમેટોગ્રાફીની કમાન બિભુ દાસે સંભાળી છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ખૂબ જ દમદાર અને મજબૂત છે, જેમાં શ્રુહદ ગોસ્વામી, રીવા રાચ્છ, કૃણાલ પંડિત, હેમિન ત્રિવેદી અને અલ્પના બુચ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત રિદ્ધિ, દીપેન રાવલ, હેમાંગ દવે, પ્રેમ ગઢવી, ગોપી દેસાઈ, યશ વારન અને રીતિકા વાસુ જેવા દિગ્ગજ અને પ્રતિભાશાળી કલાકારો પણ ફિલ્મમાં મહત્ત્વના પાત્રો ભજવતા નજરે પડશે. લોકવાયકા, રહસ્ય અને મનોરંજનના શાનદાર સમન્વય સાથે બની રહેલી ‘કાળીચૌદસ’ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ મોટા પડદે રિલીઝ થઈને દર્શકોનું મનોરંજન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button