ઓટોમોબાઇલ્સ

નિસાન મોટર ઇન્ડિયાએ ઓગસ્ટમાં સ્થાનિક હોલસેલ વેચાણમાં 147 ટકાની વૃદ્ધિ નોંધાવી; દક્ષિણ આફ્રિકા, ભૂટાન અને નેપાળમાં ટેક્ટોનની નિકાસ શરૂ કરી

નિસાન મોટર ઇન્ડિયાએ ઓગસ્ટમાં સ્થાનિક હોલસેલ વેચાણમાં 147 ટકાની વૃદ્ધિ નોંધાવી; દક્ષિણ આફ્રિકા, ભૂટાન અને નેપાળમાં ટેક્ટોનની નિકાસ શરૂ કરી
નિસાનની ‘વન કાર, વન વર્લ્ડ’ વ્યૂહરચના હેઠળ નિસાને ટેક્ટોનની નિકાસ શરૂ કરી છે અને દક્ષિણ આફ્રિકા, ભૂટાન તથા નેપાળ માટે 1,300થી વધુ કારનો પ્રથમ જથ્થો મોકલવામાં આવ્યો છે.
ગુરુગ્રામ : નિસાન મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (NMIPL)એ ઓગસ્ટ, 2026માં કુલ 9,350 યુનિટ્સના હોલસેલ વેચાણની જાહેરાત કરી છે. ગયા મહિને કંપનીએ સ્થાનિક બજારમાં 3,426 યુનિટ્સ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં 5,924 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. મેગ્નાઇટ અને ગ્રેવાઇટની સતત મજબૂત માંગને કારણે કંપનીએ સ્થાનિક સ્તરે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમાં નવી નિસાન ટેક્ટોનને બજારમાંથી મળી રહેલા ઉત્તમ પ્રતિસાદનો પણ ફાળો રહ્યો છે. વાર્ષિક ધોરણે કંપનીએ સ્થાનિક બજારમાં વેચાણમાં 147 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.
કંપનીએ નિસાનની ‘વન કાર, વન વર્લ્ડ’ વ્યૂહરચના હેઠળ દક્ષિણ આફ્રિકા, ભૂટાન અને નેપાળ માટે નિસાન ટેક્ટોનની નિકાસ શરૂ કરી છે. આ બજારો માટે 1,300થી વધુ કારનો પ્રથમ જથ્થો મોકલવામાં આવ્યો છે. આ બજારોમાં નિકાસ સાથે ટેક્ટોને આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની સફરના પ્રથમ તબક્કામાં પ્રવેશ કર્યો છે. ભારતમાં બનાવવામાં આવેલી આ SUVને સમગ્ર ક્ષેત્રના બજારોમાં ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. આ ભારતમાંથી નિસાનની વધતી ઓપરેશનલ ક્ષમતા અને આ વાહનની વૈશ્વિક સ્પર્ધાત્મક ક્ષમતા દર્શાવે છે.
નિસાનની આ સફર ગ્રાહકોને આપેલા આ વચન પર કેન્દ્રિત છે કે ભારતમાં બનાવવામાં આવતી ગાડીઓ ભારતીય ગ્રાહકો તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય બજારો માટે ગુણવત્તા, પ્રોડક્ટની શ્રેષ્ઠતા અને ગ્રાહકોના વિશ્વાસના મામલે સમાન પ્રતિબદ્ધતા સાથે તૈયાર કરવામાં આવશે. આ નિસાનની ‘વન કાર, વન વર્લ્ડ’ વ્યૂહરચના અનુસાર છે. તેના હેઠળ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પ્રોડક્ટ તૈયાર કરવામાં આવશે, જે નિસાનના ધોરણોને ધ્યાનમાં રાખીને ભારતમાં બનાવવામાં આવશે અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. નેપાળ અને ભૂટાનમાં નિકાસની શરૂઆત પાડોશી દેશોમાં SUVની વધતી હાજરીને વધુ મજબૂત બનાવશે. આ પગલાથી ભારતમાંથી સ્થાનિક તથા નિકાસ બજારોમાં સતત વિસ્તરણ કરવાની નિસાનની મહત્ત્વાકાંક્ષાને વેગ મળ્યો છે.
ઓગસ્ટના પ્રદર્શન અંગે નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સૌરભ વત્સે કહ્યું, ‘નવી નિસાન ટેક્ટોનને મળેલો પ્રતિસાદ ઉત્સાહજનક છે. ઓગસ્ટના શાનદાર સ્થાનિક પ્રદર્શનમાં તેનો ફાળો રહ્યો છે. અમારા નિકાસના આંકડા ભારતમાં બનાવવામાં આવતા વાહનોની વૈશ્વિક સ્પર્ધાત્મક ક્ષમતા દર્શાવે છે. સાથે જ, તે નિસાનના વૈશ્વિક નેટવર્કમાં ભારતીય ઓપરેશનના વ્યૂહાત્મક મહત્વને પણ ઉજાગર કરે છે. અમે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં નિસાન ટેક્ટોનની હાજરી સતત વધારી રહ્યા છીએ અને આ પ્રક્રિયામાં અમે નવીન પ્રોડક્ટ્સ રજૂ કરવા, અમારા ગ્રાહકોને વિશિષ્ટ અનુભવ આપવા અને વ્યવસાયના ટકાઉ વિકાસ પર પોતાનું ધ્યાન જાળવી રાખીશું.’
નિસાનના SUV DNAને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી નવી નિસાન ટેક્ટોનમાં જાપાની કારીગરી, ઇન્ટેલિજન્ટ ટેક્નોલોજી, શાનદાર કામગીરી અને દૈનિક ઉપયોગિતાનું સંયોજન કરવામાં આવ્યું છે. આ SUV ભારતમાં નિસાનની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ પડાવ છે. આશા છે કે સ્થાનિક તેમજ નિકાસ બજારોમાં કંપનીની સ્થિતિ મજબૂત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
નિસાન મોટર ઇન્ડિયા પોતાના વધતા પ્રોડક્ટ પોર્ટફોલિયો, વધુ સારા ગ્રાહક અનુભવ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની હાજરી સતત વિસ્તારીને ટકાઉ વિકાસનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે. કંપની નિસાનની વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને નિકાસ વ્યૂહરચનામાં ભારતના વધતા મહત્વનો પણ લાભ લઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button