શિનોર પોલીસ સ્ટેશનમાં પોલીસ પી.આઇ.ના હસ્તે સ્ટાફ ની હાજરીમાં ધાર્મિક વિધિ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

શિનોર પોલીસ સ્ટેશનમાં પોલીસ પી.આઇ.ના હસ્તે સ્ટાફ ની હાજરીમાં ધાર્મિક વિધિ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
શિનોર પોલીસ સ્ટેશનમાં આજરોજ તારીખ 20 ઓક્ટોબર 2026 ને મંગળવારે બપોરના 12:30 કલાકે દશેરાના પવિત્ર દિવસે વર્ષોની પરંપરા મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર.વસાવા તથા સમગ્ર સ્ટાફે ભેગા મળીને ધાર્મિક પૂજા વિધિ કરી પોલીસના તમામ શસ્ત્રનો પૂજન કરવામાં આવ્યું હતું અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતું, પોલીસના હાથ પગ જેવા પોલીસ વાહનોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.
મહાભારતના સમયથી સમી વૃક્ષ પાસે સંતાડેલા પોતાના શસ્ત્રોનું પાંડવો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ પ્રથા સતત ચાલી આવે છે, અને તેને અનુરૂપ આજરોજ દર વર્ષની જેમ શિનોર પોલીસ સ્ટેશનમાં પણ પી.આઇ.વસાવા, પી.એસ.આઇ. અને પોલીસ કર્મીઓની હાજરીમાં શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.
શિનોર તાલુકામાં પૂજન કરેલા આ શસ્ત્રોનો ઉપયોગ ના કરવો પડે અને શિનોર તાલુકાના તમામ ગામોમાં જાહેર, સુલેહ -શાંતિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.



