ક્રાઇમ

કરજણ તાલુકાના જૂની જીથરડી ગામે બંધ ઘરોના નકુચા તોડી ચોરીનો પ્રયાસ

ધર્મેન્દ્ર પટેલના ઘરમાંથી રોકડ તથા ચાંદીના ઘરેણા સાથે રૂપિયા એક લાખ ઉપરાંતની ચોરી ની સફળતા

✍🏻હસમુખ પટેલ સાધલી.
કરજણ તાલુકાના જૂની જીથરડી ગામે તારીખ 17 નવેમ્બર 2026 ના રોજ મોડી રાત્રે 6 થી 7 બંધ મકાનો ના નકુચા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં ધર્મેન્દ્ર વિનુભાઈ પટેલના ઘરેથી ચોરોને ચોરી નો મુદ્દા માલ મળતાં એકમાત્ર સફળતા મળી હતી. કરજણ પોલીસે આ ચોરીની તપાસ હાથ ધરેલ છે.
જૂની જીથરડી ગામે તારીખ 17 નવેમ્બર ના રોજ ગામમાં ખુરશીઓ વેચનારા તથા કાપડની ફેરી ફરનારા અજાણ્યા 8 થી 10 વેપારી બનીને ગામની રેકી કરી ગયા હતા. અને ગામમાં બંધ મકાનોની નજર રાખી હતી અને ત્યારબાદ મોડી રાત્રે આ બંધ મકાનો ના નકુચા તોડી ઘરની તિજોરીઓ પણ તોડી હતી ,પરંતુ મોટા ભાગના ઘરોમાં માલિકો બહાર રહેતા હોવાથી કઈ મળ્યું ન હતું. પરંતુ ધર્મેન્દ્ર વિનુભાઈ પટેલ ના ઘરમાં ચોરોને સફળતા મળી હતી અને ઘરમાંથી રૂપિયા 45000 રોકડા, ચાંદીના ઝાંઝરની ચાર જોડ, ચાંદીની ચેન ,ચાંદીના બે કડા મળીને આશરે રૂપિયા એક લાખની માલમત્તા મળી હતી. જ્યારે અમેરિકા રહેતા સંજય રમણ પટેલના ઘરમાં તિજોરીઓ તોડીને વેર વિખેર કરી હતી ,પરંતુ કોઈ પણ મુદ્દા માલ મળ્યો નહતો, અન્ય ચાર પાંચ ઘરોમાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો ,કરજણ પોલીસને જાણ થતાં જૂની જીથરડી ગામે આવીને જરૂરી તપાસ કરી ,આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button