ગુજરાત

ગુજરાતમાં બોમ્બ ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં હાઈ એલર્ટ

ગુજરાતમાં બોમ્બ ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં હાઈ એલર્ટ
લાજપોર જેલ સહિત રાજ્યભરમાં સઘન ચેકિંગ
ગુજરાતની જેલોમાં બોમ્બ મૂકાયા છે, એ પ્રકારનો ઈ-મેઈલ રાજ્યનાં પોલીસવડાને મળ્યાં બાદ દોડતા થયેલા તંત્રએ બધે સઘન તપાસ હાથ ધરી હતી. જો કે, કલાકોનાં ચેકિંગ બાદ ક્યાંયથી કશું મળ્યું ન હતું.
‘૨૦૦૮ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટ’ એવો ધમકીભર્યો ઈમેઈલ આજે ૩ નવેમ્બરે ગુજરાતની ડીજીપી ઓફિસને મળ્યો હતા. જે ધમકીભર્યાં મેઈલમાં ડીજીપી ઓફિસ ગાંધીનગર, કલેક્ટર ઓફિસ, ૧ મંદિર તથા જેલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. ખાલિસ્તાનના નામથી મોકલાયેલા આ ઇમેઇલના પગલે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ સહિત બધે સઘન તપાસ કરાઈ હતી. રાજ્યના પોલીસ વડાને આજરોજ ધમકીભર્યો મેલ મળ્યો હતો. હિન્દુમુરદા એવી આઇડીથી કરાયેલા આ મેલમાં જણાવાયું હતું કે, ગુજરાત ડીજીપી ઓફિસ અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઓફિસ, ૧ મંદિર ટાર્ગેટ છે, મંદિરનું નામ નથી લખવું અને ગુજરાતની જેલ ટ્રાય કરો, કઈ જેલમાં બોમ્બ છે તેનું નામ નથી લખવું, ૨૦૦૮ને ભૂલતા નહીં, હવે ભારતીય સરકાર માટે મોટું સરપ્રાઈઝ છે, વેઈટ એન્ડ વોચ, પાકિસ્તાન ઝિંદાબાદ, ખાલિસ્તાન ઝિંદાબાદ,અલ્લાહુ અકબર
આ મેઈલનાં પગલે ડીજીપી ઓફિસથી સમગ્ર રાજ્યની જેલમાં એલર્ટ મેસેજ મોકલાયો હતો. આ સાથે જ તમામ શહેરો અને જિલ્લાનાં પોલીસને જેલમાં સઘન ચેકિંગના આદેશ જારી કરાયા હતાં. જેના પગલે એસઓજી દ્વાર ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને સાથે રાખી તપાસ શરૂ કરાઈ હતી. સુરત એસઓજી દ્વારા પણ લાજપોર સેન્ટ્રલ જેલમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જો કે, જેલમાંથી કોઈ વાંધાજનક કે શંકાસ્પદ ચીજવસ્તુ નહી મળતા જેલ અને પોલીસ તંત્રએ રાહતનો દમ ખેંચ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button