ગુજરાત

અદાણી પાવરના નાણા વર્ષ ૨૭ ના બીજા ત્રિમાસિક પરિણામો જાહેર:

અદાણી પાવરના નાણા વર્ષ ૨૭ ના બીજા ત્રિમાસિક પરિણામો જાહેર
આ ગાળામાં વિક્રમી આવક અને નફા સાથે મજબૂત કામકાજ
અમદાવા : ભારતના ખાનગી ક્ષેત્રમાં સૌથી મોટા થર્મલ પાવર ઉત્પાદક અદાણી સમૂહની અદાણી પાવર લિ. (APL) એ ​​નાણા વર્ષ ૨૦૨૬-૨૭ના બીજા ત્રિમાસિક ગાળાના નાણાકીય આજે પરિણામો જાહેર કર્યા છે.
તદનુસાર, વીજળીની વધતી માંગ વચ્ચે મજબૂત સંચાલકીય કામગીરીને પગલે વાર્ષિક ધોરણે કર બાદના નફો ૧૪૨% વધી તે રુ.૭,૦૧૯ કરોડ થયો છે. અહેવાલના ગાળામાં એબિડટા વાર્ષિક ધોરણે ૪૬% વધી રુ.૮,૭૪૩ કરોડ અને ચાલુ કામકાજમાંથી રુ.૬,૩૨૧ કરોડ પ્રાપ્ત થયો છે. આ સમય ગાળામાં વાર્ષિક ધોરણે આવક ૩૯% વધીને ર.૧૯,૯૫૧ કરોડ અને ચાલુ કામગીરીમાંથી આવક રુ. ૧૭,૫૨૮ કરોડ થઇ છે.
આ પરિણામો બાબત અદાણી પાવરના સી.ઈ.ઓ શ્રી એસ. બી. ખ્યાલિયાએ જણાવ્યું હતું કે, “અદાણી પાવર નફાકારકતા તેમજ પ્રકલ્પોના અમલીકરણમાં નવા સીમાચિહ્નો હાંસલ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે અગ્રણી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક તરીકે અમારું લક્ષ્ય દેશની વધતી જતી પાયાની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉચ્ચ ગુણવત્તા અને વિશ્વસનીય વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવા પર કેન્દ્રિત છે. તેમણે ભૌગોલિક-રાજકીય ઘટનાઓ અને આબોહવાકીય અનિશ્ચિતતાઓનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, ભારતની લાંબા ગાળાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવામાં સ્થાનિક કોલસા આધારિત વીજળીનું મહત્વ વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે. વર્ષ ૨૦૩૨ સુધીમાં ૧૦૦ ગીગાવોટ નવી થર્મલ પાવર ક્ષમતાની જરૂરિયાતને પહોંચી વળવા માટે ક્ષમતા વધારવામાં કંપની અગ્રેસર હોવાનું ગૌરવ છે.
સમીક્ષા હેઠળના સમય દરમિયાન ઉત્તરાખંડ પાવર કોર્પોરેશન લિ. તરફથી ૧,૩૨૦ મેગાવોટ (૧,૨૩૪ નેટ) વીજ પૂરી પાડવા ૨૫ વર્ષનો પાવર સપ્લાય એગ્રીમેન્ટ માટે લેટર ઓફ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ઉત્તરાખંડમાં ૩૩૦ મેગાવોટના અલકનંદા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટની માલિકી અને સંચાલન કરતી GVK એનર્જી લિ. ની કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ અદાણી પાવર લિ. ને સફળ રિઝોલ્યુશન અરજદાર તરીકે પસંદ કરવામાં આવી છે.
વધુમાં સમીક્ષાના ગાળામાં કોરબા ફેઝ-II પ્રકલ્પના પ્રથમ ૬૬૦ મેગાવોટ સુપરક્રિટિકલ એકમનું ગ્રીડ સિંક્રોનાઇઝેશન પ્રાપ્ત થયું છે. ભૂટાનના થિમ્ફુમાં ૭૭૦ મેગાવોટનો ચામકર્ચુ હાઇડ્રોપાવર પ્રકલ્પ ૪૯:૫૧ના હિસ્સામાં સંયુક્ત એન્ટિટી દ્વારા સ્થાપવા માટે અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન લિ. વચ્ચે શેર હોલ્ડર કરાર થયા છે.
વીજ માંગમાં જોરદાર વૃદ્ધિને કારણે બીજા ત્રિમાસિકમાં એકીકૃત વીજ વેચાણ વોલ્યુમ ૧૧.૫% વધીને ૨૬.૪ બિલિયન યુનિટ થયું છે ગત વર્ષના સમાન ગાળામાં ૨૩.૭ બિલિયન યુનિટ થયું હતું.
નાણા વર્ષ ૨૭ના બીજા ત્રિમાસિકમાં એકીકૃત સતત કુલ આવકમાં ૨૮.૫% ની મજબૂત વૃદ્ધિ થઇ છે., જે ગત નાણા વર્ષના સરખા સમયમાં રૂ. ૧૩,૬૩૯ કરોડ હતી. સમીક્ષાના સમયમાં એકીકૃત સતત એબિડટામાં ૧૮.૫% ની મજબૂત વૃદ્ધિ થઇ છે. ગત નાણા વર્ષના સમાન ગાળામાં રૂ. ૫,૩૩૩ કરોડ હતી; જે ઊંચા ઇંધણ ખર્ચ છતાં મુખ્ય નફાકારકતાની મજબૂતી પર ભાર મૂકે છે.
ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં એકીકૃત નફો ૧૪૧.૫% વધીને રૂ.૭,૦૧૯ કરોડ થયો હતો, જે ગત વર્ષના સમાન ગાળામાં રૂ.૨,૯૦૬ કરોડ હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button