ગુજરાત

ગુજરાત ચૌરસિયા સમાજનું 9મું નાગપંચમી સ્નેહ મિલન સમારોહ હર્ષોલ્લાસભેર યોજાયો

ગુજરાત ચૌરસિયા સમાજનું 9મું નાગપંચમી સ્નેહ મિલન સમારોહ હર્ષોલ્લાસભેર યોજાયો
સુરત : ગુજરાત ચૌરસિયા સમાજ દ્વારા 9મો નાગપંચમી સ્નેહ મિલન સમારોહ રવિવારે ચોસઠ યોગિની મંદિર નજીક આવેલા એસએમસી કમ્યુનિટી હોલ ખાતે સામાજિક એકતા, ભાઈચારા અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો. સમારોહમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દેશના વિવિધ વિસ્તારોમાંથી ચૌરસિયા સમાજના અગ્રણીઓ તથા સમાજબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન સમાજની એકતા વધુ મજબૂત બનાવવા, સામાજિક ઉત્થાનને વેગ આપવા તથા પરસ્પર સ્નેહ અને સહયોગ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત સમાજબંધુઓએ એકબીજાને નાગપંચમી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજલક્ષી પ્રવૃત્તિઓને સતત આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત ચૌરસિયા સમાજના અધ્યક્ષ મનોજ ચૌરસિયાએ જણાવ્યું હતું કે, આ સ્નેહ મિલન સમારોહ સમાજના લોકોને એક મંચ પર લાવી પરસ્પર ભાઈચારો મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ કડી સમાન છે. આવા આયોજનો દ્વારા વિવિધ વિસ્તારોમાં વસતા સમાજના લોકો વચ્ચે સંપર્ક અને સંકલન વધે છે તેમજ નવી પેઢીને સમાજની સંસ્કૃતિ, પરંપરા અને સંસ્કારો સાથે જોડાવાની તક મળે છે.
સમારોહમાં અખિલ ભારતીય ચૌરસિયા મહાસભાના અધ્યક્ષ પ્રદીપ ચૌરસિયા, રાષ્ટ્રીય પ્રભારી ટી. એન. ચૌરસિયા, રાષ્ટ્રીય મહાસચિવ સુધિર ચૌરસિયા, ગુજરાત ચૌરસિયા સમાજના સ્થાપક તથા સંરક્ષક શ્રવણ ચૌરસિયા, સલાહકાર કૃષ્ણા ચૌરસિયા, મહાસચિવ અજય ચૌરસિયા, ઉપાધ્યક્ષ સહદેવ જયસ્વાલ ચૌરસિયા, ખજાનચી સીતારામ ચૌરસિયા, કાર્યકારી અધ્યક્ષ જગન્નાથ રાઉત ચૌરસિયા તેમજ સચિન પ્રભારી શિવશંકર ચૌરસિયા સહિત સમાજના અનેક હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સમાજના વરિષ્ઠજનો તથા હોદ્દેદારોનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ સમાજની પ્રગતિ, સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને વ્યાપક બનાવવા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમાજબંધુઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.
સમારોહના અંતે આયોજકો દ્વારા તમામ મહેમાનો, સમાજબંધુઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં સામાજિક એકતા, પરસ્પર ભાઈચારો અને સૌહાર્દનો સુંદર સંદેશ પ્રસર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button