શિનોર પોલીસ સ્ટેશનની શિ- ટીમની સફળ પ્રશંશનીય કામગીરી.

શિનોર પોલીસ સ્ટેશનની શિ- ટીમની સફળ પ્રશંશનીય કામગીરી.
પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકમાં ગુમ થયેલ કિશોરીને શિ-ટીમે શોધી કાઢી.
ઓપરેશન પરાક્રમ હેઠળ શિનોર પોલીસ સ્ટેશને જણાવેલ હકીકત મુજબ તેઓને સંદીપસિંહ પોલીસ મહાન નિરીક્ષક વડોદરા વિભાગ, સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય, તેમજ એ.એમ.પટેલ નાયબ પોલીસ અધિક્ષક ડભોઇના માર્ગદર્શન હેઠળ ગુમ બાળકોને શોધી કાઢવા ઓપરેશન પરાક્રમ હેઠળ સૂચના કરેલ છે.
શિનોર તાલુકાના સુરાશામળ ગામે રહેતા જગદીશભાઈ રમેશભાઈ બામણીયા એ તારીખ 12 ઓક્ટોબર 2026 ના રોજ ઓનલાઈન 112 નંબર ઉપર વર્ધી લખાવી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમની દીકરી સોનલ જગદીશ બામણીયા ઉંમર વર્ષ 15 ,તારીખ 12 ઓક્ટોબરના રોજ સુરાશામળ ગામે પાણીની ટાંકી પાસેથી ગુમ થયેલ છે. આ વર્ધીના આધારે શિનોરના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર.વસાવાએ શિનોર પોલીસ સ્ટેશનના પોલીસ માણસો તેમજ શિનોર શિ- ટીમને સદર કિશોરીને શોધવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.
જે આધારે શિ- ટીમ દ્વારા કિશોરી નો મોબાઇલ નંબર મેળવી, ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી આ કિશોરીને બાજુના મીઠોળ ગામેથી શોધી કાઢી હતી અને તેને શિનોર પોલીસ સ્ટેશને પૂછપરછ માટે લાવતાં કિશોરીએ જણાવ્યું હતું કે તેની માતાએ ઘરકામ બાબતે સામાન્ય ઠપકો આપતા, લાગી આવતો ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ તેના માતા પિતાને પોલીસ સ્ટેશનને બોલાવી આ દીકરીને તેઓને સોંપેલ હતી.
આ ઓપરેશનમાં પી.આઈ.આર વસાવા તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દીપિકાબેન મહેશભાઈ ,મહિલા પોલીસ કોન્સ્ટેબલ મંજુલાબેન નાનજીભાઈ ,મહિલા લોકરક્ષક વર્ષાબેન મેસુર ભાઈ અને મહિલા લોકરક્ષક આંચલબેન હરગોવનભાઈ એ સુંદર કામગીરી બજાવી હતી.



