શ્રી જીણ માતા મંગલ પાઠનું આયોજન કરાયું

શ્રી જીણ માતા મંગલ પાઠનું આયોજન કરાયું
સુરત : શ્રી જીણ માતા સેવા ટ્રસ્ટ દ્વારા નવરાત્રિના પાવન અવસર પર ન્યૂ સિટી લાઈટ સ્થિત જીણ માતા મંદિરમાં મંગલ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીનો ભવ્ય દરબાર શણગારવામાં આવ્યો હતો. શણગારેલા દરબાર સમક્ષ બપોરે ત્રણ વાગ્યે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક ગાયિકા સુરભિ બિરજુકા દ્વારા માતા જીણના જીવન પર આધારિત શ્રી જીણ મંગલ પાઠનું વાચન કરવામાં આવ્યું હતું. પાઠ દરમિયાન ચુંદડી ઉત્સવ, ગજરા ઉત્સવ, મહેંદી ઉત્સવ વગેરે પ્રસંગોએ ભજનોની સુંદર પ્રસ્તુતિ થઈ હતી. આ આયોજનમાં તમામ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મહિલા સમિતિના આશા દોદરાજકા, સુમન ગોયલ, સીમા ચોકડીકા, રચના હેતમસરિયા ઉપરાંત ટ્રસ્ટના અશોક ચોકડીકા, લોકેન્દ્ર દોદરાજકા, અમિત દોદરાજકા સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.



